ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.1
ગુજરાત પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) પોરબંદરે આંગડીયા પેઢીઓ મારફતે ચાલતા ગેરકાયદેસર નાણાં વ્યવહારનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી નાંણાના દુરુપયોગ અને દેશના અર્થતંત્રને ખોખલું કરવાની ધૂનસરાયેલી કાવતરાની ચાલમાં સામેલ લોકો પર ધ્યાન રાખીને કરવામાં આવી હતી.
- Advertisement -
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને પોરબંદરના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ એસ.ઓ.જી. ટીમને દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સુચના અનુસાર, એસ.ઓ.જી. ટીમે પોરબંદર જિલ્લામાં આવેલ આંગડીયા પેઢીઓની ચકાસણી હાથ ધરી હતી.
એસ.ઓ.જી (જઘૠ) ટીમના હેડ કોન્સ્ટેબલ મોહીત ગોરાણીયા, રવિ ચાંઉ અને પો. કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડીયાને માહિતી મળી હતી કે એક વ્યક્તિ એસ.જી. આંગડીયા પેઢીમાંથી મોટી રકમ લઈને નીકળ્યો છે. તપાસ દરમિયાન, તેમણે સુદામા ચોકમાં મોહંમદ ઇકબાલ ઇબ્રાહીમ નોતરીયાને હાથમાં બે થેલીઓ સાથે રોક્યો. તપાસ દરમિયાન તે થેલીઓમાંથી રૂ. 18,72,000/- (અઢાર લાખ બોતેર હજાર)ની રકમ મળી આવી. પુછપરછમાં મજકુરે આ નાણાં આંગડીયા પેઢી મારફતે આફ્રિકાથી આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેથી નાણાં કબજે કરીને બી.એન.એસ.એસ. 2023ની કલમ 106 હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી.