ખનન બંધ કરવાની રજૂઆત સામે ખાખીધારી ખનિજ માફિયાએ ધમકી આપી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનિજ ચોરી થઈ રહી છે જેમાં કોલસો, સફેદ માટી, રેતી, પથ્થર સહિતની ખનિજ ચોરી થઈ રહી છે જેમાં ખનિજ ચોરી કરવામાં કેટલાક તંત્રના અધિકારી જ પડદા પાછળ હોવાની ફરિયાદો ઉઠવા પામે છે. ત્યારે મૂળી તાલુકાના દુધઈ ગામે પણ માલિકીની જમીનના શેઢે નદીના કાંઠે આગાઉ સફેદ માટીનું ખનન થતું હતું જે અંગે ગ્રામજનો દ્વારા જિલ્લા ખનિજ વિભાગ રજૂઆત કરતા ગત જાન્યુઆરી 2025માં ખનિજ વિભાગે 5.85 લાખ રૂપિયાનો દંડ પણ આપ્યો હતો જે બાદ ફરીથી અહીં નદીના કાંઠે સફેદમતીનું ખનન શરૂ થયું છે.
- Advertisement -
જે સફેદ માટીનું ખનન એની કોઈ નહિ પરંતુ કળમાદ ગામના એક પોલીસ કર્મચારી જે હાલ મોરબી ફરજ બજાવે છે તેઓના છત્રછાયા નીચે ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ સફેદ માટીના ખનન થતાં નદી કાંઠે જે ખેતી લાયક જમીન આવેલી છે તેના માલિક અને કળમાદ ગામના પોલીસ કર્મચારી દ્વારા ચલાવવામાં આવે છે. જે અંગે દુધઈ ગામના જાગૃત નાગરિક દ્વારા સફેદ માટીનું ખનન બંધ કરવા રજૂઆત કરતા ખનીજના ધંધામાં ભાગ ધરાવતા હાલ મોરબી ખાતે પોલીસ કર્મચારી તારીખે ફરજ બજાવતા ખાખીધારી ખનિજ માફિયા દ્વારા આ રજૂઆત કરતાને ટેલીફોનીક ધમકી આપી સફેદ માટી બંધ નહીં થાય જે થાય તે કરી લેવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ પોતે જ ખનિજ ચોરી કરવાના ધંધામાં હોય પછી તો બીજું શું કહેવું ? તેવામાં કળમાદ ગામના અને મોરબી પોલીસમાં ફરજ નિભાવતા હોવાથી તંત્રના પણ કેટલાક કર્મચારીઓને પોતે પોલીસ તરીકેની ધોંસ જમાવતા ગેરકાયદેસર સફેદ માટીના ખનન થતું હોવા છતાં તંત્ર અહીં દરોડા પાડવામાં શરમ અનુભવે છે ત્યારે ગેરકાયદેસર ખનન બંધ કરવા માટે રજૂઆત કર્યા બાદ અહીં ખાખીધારી ખનિજ માફીયાઓ પર કડક કાર્યવાહી થાય છે ? તે જોવું રહ્યું.



