ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જેથી ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય, ગાંધીનગરના ડી.જી.પી. દ્વારા સૂચના આપવામાં આવેલ હતી.
અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હતી. જે અન્વયે પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબીની અધ્યક્ષતામાં એન.એ.વસાવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનાઓ દ્વારા બી ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ હતી. જેમાં પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી અનવર ઉર્ફે દડી હાજીભાઇ માલાણી (રહે. કાંતીનગર જુબેદા મસ્જીદ પાસે મોરબી) તથા દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ (રહે. બૌધ્ધનગર મફતીયાપરા નળીયાના કારખાના પાસે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે મોરબી-2)ઓના રહેણાક મકાનમાં ગેરકાયદેસર વીજકનેકશન હોવા અંગેની હકિકત મળતા પી.જી.વી.સી.એલ. કર્મચારીઓને સાથે રાખી રેઇડ કરતા ગેરકાદેસર વીજ કનેકશન જોડાણ મળી આવ્યું હતું.