હળવદ શહેર અને ગ્રામ્યમાં પોલીસ અને PGVCLનો સપાટો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
હળવદ પોલીસ અને પીજીવીસીએલના ટીમ દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 6 જેટલા બુટલેગરના ઘરે ગેરકાયદે વીજ જોડાણ ઝડપી પાડીને દંડ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદ પંથકમાં પણ બુટલેગરોમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં આવા તત્વોના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ આરોપીના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન અને દેશી દારૂ પ્રવૃત્તિ જણાઇ આવી હતી. જેમાં સુંદરગઢના રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરાએ ગેરકાયદે વીજ કનેક્શન લેતા અંદાજે 1,80,000 દંડ થઈ શકે છે. જ્યારે માથકના શક્તિસિંહ રાજુભાઇ ગોહિલે ગેરકાયદે વીજ કનેક્શન લેતા રૂ. 1,80,000નો દંડ થઈ શકે છે. ઉપરાંત માથકના પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા ગેરકાયદે વીજ કનેક્શન લીધાનું જણાઈ આવતા વીજવાયર કબ્જે કરી તેના વિરૂધ્ધ નોટિસની કાર્યવાહી કરાઇ હતી. હળવદ કણબીપરાના મેહુલ રમણીકભાઇ ગોઠીએ ગેરકાયદે વીજ કનેક્શન લેતા અંદાજે 70,000નો દંડ થઈ શકે છે. રાણેકપરના નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચાએ ગેરકાયદે બાંધકામ કરેલી જગ્યાએ ચેક કરતા દેશી દારૂનું વેચાણ થતું હોવાથો કેસ કરાયો હતો. તેમજ રાણેકપર ગ્રામ પંચાયત દ્રારા ડિમોલેશન કરવા નોટિસ આપી કાર્યવાહી કરાઈ હતી. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી શસમીર સારડાની સૂચનાથી હળવદ પીઆઇ આર.ટી વ્યાસ, તેમની ટીમ દ્વારા તેમજ પીજીવીસીએલ જુનિયર એન્જિનિયર કે.પી. પટેલ, એ.એમ. ચૌધરી સહિતના જોડાયા હતા.