11 સ્થળે દબાણ દુર કરી અંદાજે 6027 ચો. ફૂટ જગ્યા ખૂલ્લી કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.14 માં સમાવિષ્ટ લક્ષ્મી વાડી આરોગ્ય કેન્દ્ર થી કાન્તા વિકાસ ગૃહ મેઈન રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું હ.
જે અન્વયે કુલ 11 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 6027 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.જેમાં વર્ષા પાન સાઈન બોર્ડનું દબાણ, એન્જલ હોસ્પિટલ ઓટલાનું દબાણ, ઓર્બીટ ટ્રમ્પ, અજંતા ફર્નીચર, મહાવીર ટ્રેડ, સેન્ચ્યુરી સેન્ટર, પ્રેસિયસ કોમ્પ્લેકસ સહિતની જગ્યાઓ પર કરવા માં આવેલી રેલીંગનું દબાણ દૂર કરી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી.
- Advertisement -
આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર , સીટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહી કામગીરી હાથ ધરી હતી.