પોલીસ દ્વારા લેન્ડગ્રેબિંગની કાર્યવાહીના રિપોર્ટ કર્યા
જૂનાગઢના ત્રણ બુટલેગરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લામાં 100 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડાઓનું લિસ્ટ બનાવી કડક કાર્યવાહીના આદેશ થતા જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત જિલ્લાના ડીવાયએસપી સહીત પોલીસ અધિકારી અને સ્ટાફે છેલ્લા ત્રણ દિવસથી અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી મોટા પાયે કોમ્બિંગ કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું છે જેમાં વીજ ચોરી સાથે ગેરકાયદે દબાણ થતા અટકાયતી પગલા અને પાસા દરખાસ્ત થતા હદપારી અને દારૂના ધંધાર્થીઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ઘોસ બોલાવી છે.
જૂનાગઢના રહેવાસી એવા રાજ્યના લિસ્ટેડ બુટલેગરની યાદીમાં આવતા એવા ધીરેન અમૃતલાલ કારીયાના ખામધ્રોળ ગામ પાસે ધાણાદાળના કારખાનામાં કરેલું ગેરકાયદે બાંધકામ ઉપર આજે પોલીસે મનપાની ટીમોને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી વડે તોડી પાડીને કડક કાર્યવાહી કરી છે.સમગ્ર રાજ્યમાં હાલ ગૃહ વિભાગના આદેશથી પોલીસ વિભાગની વિવિધ ટીમો દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના 370 જેટલા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરીને હવે તેમની સામે કાયદેસરના પગલા લેવાની શરુઆત કરી છે, જેના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બે દિવસ પહેલા રાજ્યના 15 જેટલા લિસ્ટેડ બુટલેગરોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના આદેશ કરવામાં આવ્યા હતા.જે લીસ્ટમાં 15મું નામ જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારીયાનું પણ નામ સામેલ હતું. જેમાં ધીરેન કારિયા દ્વારા ખામધ્રોળ ગામના રેવન્યુ સર્વે નંબર-102 પૈકી 1 તથા રેવન્યુ સર્વે નંબર-109/1 બ ની જમીનના પ્લોટ નંબર 99, 100, 101, 102 જેમાં એક બાજુ આશરે 1100 ચોરસ ફૂટ પાણાદાળના કારખાનાનો શેડ (બાંધકામ) કરવામાં આવેલું હતું, જે તોડી પાડવાના આદેશ કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને ડીવાયએસપી હિતેશ પાંપલિયા અને તેમની ટીમ દ્વારા ગઈકાલે મનપાની ટીમોને સાથે રાખીને ખરાઈ કરવામાં આવી હતી.
જે સ્થળે તાલુકા પોલીસ સહિતના પોલીસની વિવિધ ટીમો દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે જેસીબી વડે સ્થળ પર પહોંચ્યા હતા.અને મહાપાલિકાની ટીમને સાથે રાખીને અહીં 1100 ચોરસ ફૂરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડીને જેની બાજુમાંથી નીકળતો જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. તે તમામ બેલાઓ સાથેનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અને ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પાછલા ત્રણ દિવસમા 52 ઈસમો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, તેમજ 5 ઈસમો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી છે, તો, 41 ઈસમો સામે હદપારીની દરખાસ્ત કરવામાં આવેલ છે. તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ, સાથે ગેરકાયદે મિલક્ત માહિતી મેળવીને રેવન્યુ, મનપા, તાલુકા પંચાયતમાં કોઈ સ્થળે ગેરકાયદે સરકારી જમીન પર દબાણો થયેલા હોય તેની કાર્યવાહી માટે રીપોર્ટ કરવામાં આવ્યો છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં લિસ્ટેડ બુટલેગરો સાથે પ્રોહીબીશનના ધંધા સાથે સંકળાયેલા અને લીસ્ટમાં યાદી મુજબના અનેક બુટલેગરોને ત્યાં પોલીસ દ્વારા પરે થરે સર્ચ કરીને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં 10 જેટલા વીજ જોડાણ કાપ્યા બાદ વધુ ત્રણ સ્થળે ગેરકાયદે લીપેલા વીજ કનેક્શન કાપીને કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલા શાહનવાજ ઉર્ફે શાહુ હનીફ શીડા, સમીર હનીફ શીડા અને દિલીપ રાવત માંજરીયાના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ અલગ ટીમો બનાવી સાથે પીજીવીસીએલની ટીમોને રાખીને ગેરકાયદે વીજ કનેક્શન અંગે તપાસ કરીને આ ત્રણેય બુટલેગરના ઘરે ગેરકાયદે વીજ જોડાણ મળી આવતા તેને કાપી નાખવામાં આવ્યા છે.