અસ્મિતાબેનને મળેલ કોન્ટ્રાક્ટ અન્યોને પેટા કોન્ટ્રાક્ટ તરીકે પાર્કિંગ ચાર્જ વસુલવા પાવર ઓફ એટર્ની લખી આપી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં થતા વિકાસ કામો પ્રવાસનને વેગ આપી રહ્યા છે. હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ ખાતે રજા માણવા આવી રહ્યા છે. પરંતુ દીવ પ્રશાસન દ્વારા જુદા જુદા બીચ ઉપર પ્રવાસીઓના વાહનોના પાર્કિંગ માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં પેટા કોન્ટ્રાક્ટ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે.
- Advertisement -
ત્યારે આ અંગે ઉના બાર એસોસિએશનના સભ્ય અને એડવોકેટ એવા જાગૃત નાગરિક ચન્દ્રકાન્ત બામભણીયા દ્વારા દીવ કલેક્ટરને આ અંગે લેખિત રજુઆત કરવામા આવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, દિવના આઈએનએસ ખુખરી બીચ ખાતે અસ્મિતાબેન અલ્પેશકુમાર બારૈયાના નામનું ટેન્ડર પાસ થયું છે. અને તેમને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ તેમના દ્વારા આ કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટ આપી અન્યોને પાર્કિંગ ચાર્જ વસૂલવા પાવર ઓફ એટર્ની લખી આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા પ્રવાસીઓ પાસેથી બેફામ રકમ વસુલ કરવામાં આવે છે. અને પ્રવાસીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમજ બેફામ ભાવ તોડવામાં આવી રહ્યા છે. જે તદ્દન નિયમો વિરુદ્ધ છે.જેથી આ પાવર ઓફ એટર્ની થી આપવામાં આવેલો પેટા કોન્ટ્રાક્ટ અને અસ્મિતાબેનનો મુખ્ય કોન્ટ્રાક્ટ રદ્દ થવા જોઈએ.એવી લેખિત રજુઆત એડવોકેટ ચંદ્રકાન્ત બાભણીયા દ્વારા કરવામાં આવી છે.



