ન્યુઝીલેન્ડમાં 170ના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલા હાના રાવહિતી મૈપી ક્લાર્કના સંસદમાં માઓરી ભાષામાં આપેલું ભાષણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
ન્યુઝીલેન્ડની સંસદમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ન્યુઝીલેન઼્માં 170ના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલા હાના રાવહિતી મૈપી ક્લાર્કના સંસદમાં માઓરી ભાષામાં આપેલું ભાષણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આવુ એટલા માટે થયું કારણ કે સાંસદ એક હાથે હાથની મુવમેન્ટ કરે છે અને પોતાના અવાજમાં જોર જોરથી તેની ભાષામાં કોઈ ભાષણ આપી રહ્યાં છે. આ ભાષણ અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યું છે. આ ભાષણ ડિસેમ્બર 2023માં દેવામાં આવ્યું છે.
- Advertisement -
પોતાના જોરદાર ભાષણમાં 21 વર્ષની હાનાએ પોતાના મતદાઓને વચન આપ્યું કે હું તમારા માટે જીવ આપી દઈશ. તેનું આ અનોખા અંદાજનું ભાષણ દુનિયાને ખુબ જ પસંદ આવી રહ્યું છે.. હાના ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસીઓમાં સામેલ માઓરી જાતિમાંથી આવે છે.
નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી
હાનાએ કહ્યું કે મે હું સંસદની બહાર અગાઉ આપેલું મારું ભાષણ મારા દાદા-દાદીને સમર્પિત કરું છું. જ્યારે આજનું આ ભાષણ હું આપણા બાળકોને સમર્પિત કરૂ છું. ન્યુઝીલેન્ડના એઓટેરોઆથી ચૂંટાયેલી હાના 1853 પછી પ્રથમ વખત સૌથી યુવા સાંસદ બની છે. હાના ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાઈ હતી. હાનાએ આજીત ચૂંટણીમાં નનૈયા મહુતાને હરાવીને પોતાન નામે કરી હતી. નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી. એટલું જ નહીં, નનૈયા 1996થી સાંસદ પણ હતા.
- Advertisement -
https://twitter.com/hashtag/HanaRawhiti?src=hash&ref_src=twsrc%5Etfw
માઓરી ભાષાને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે હાના
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડના એક રિપોર્ટ અનુસાર હાના ન્યૂઝલેન્ડના મુળ નિવાસીઓના અધિકારીઓ માટે લડી રહી છે.. હાનાના પિતા તૈતીમુ મેપી માઓરી સમુદાયના છે અને તેઓ નગા તમાતોઆ જૂથ સાથે જોડાયેલા છે. હાના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને હેમિલ્ટન શહેરોની વચ્ચે આવેલા નાના એવા શહેર હંટલીની રહેવાસી છે. તે અહિમયા માઓરી સમાજના બાળકો માટે ગાર્ડેન ચલાવે છે.. તે પોતાને રાજકારણી નહી પણ માઓરી ભાષાની રક્ષક માને છે. તે કહે છે કે માઓરીની નવી પેઢીને પણ સાંભળવાની જરૂર છે,
હાનાના પૂર્વજ વિરેમુ કેટેન વર્ષ 1872માં પ્રથમ માઓરી મંત્રી બન્યા હતા
હાનાના પૂર્વજ વિરેમુ કેટેન વર્ષ 1872માં પ્રથમ માઓરી મંત્રી બન્યા હતા. હાનાના આન્ટી હાના તે હેમારાએ વર્ષ 1972માં ન્યુઝીલેન્ડની સંસદમાં માઓરી ભાષામાં ભાષણ આપ્યું હતું… જ્યારે વર્ષ 2018માં હાનાના દાદા તૈતીમૂ મૈપીએ કેપ્ટન જોન હેમિલ્ટનની મૂર્તિને તોડીને હેડલાઈન્સ બનાવી હતી. તેમણે હેમિલ્ટનની વસાહતી વિરાસતનો વિરોધ કર્યો હતો… તેમણે માઓરી સમાજ સાથે થયેલા અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવ્યું હતો. થઈ રહેલા અન્યાય સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.