ખાસ-ખબર સંવાદદાતા
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને અંતર-રાષ્ટ્રીય મુદ્રા કોષે 3 અબજ ડોલર્સ, વધારાની લોન આપવા સહમતિ તો આપી છે, અને લોનના પહેલા હપ્તા તરીકેના આ મહિને 1.1 અબજ ડોલર આપવાના હતા, પરંતુ હજી તે આપ્યા નથી. આઈ.એલ.એફે આ બેઈલ-આઉટ-પેકેજ માટે પાકિસ્તાનના વર્તમાન મુખ્ય વિપક્ષ પાકિસ્તાન-તહેરિક-એ ઈન્સાફ સહિત મુખ્ય રાજકીય પક્ષો જ્યાં ભવિષ્યમાં સંખ્યા ઉપર આવે તેવી સંભાવના છે. તે સર્વે માસે પણ આઈ.એમ.એફે ગેરન્ટી માગી છે. તેમાં ઈમરાનખાનનું સૌથી પહેલું નામ છે.
આઈ.એલ.એફ.ના સ્થાનિક પ્રતિનિધિ એસ્ટર પેરેઝરૂઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ” રાજકીય પક્ષો સાથે બેઠક ચાલી રહી છે. આગામી રાષ્ટ્રીય ચૂંટણી પૂર્વે; આઈ.એફ.ના એક કાર્યક્રમ પ્રમાણે જે હેતુઓ અને નીતિઓ નિશ્ર્ચિત કરાયા છે, તે માટે તે પક્ષોનું સમર્થન મેળવવાનો તે બેઠકનો હેતુ છે.” આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આઈ.એલ.એફે 3 અબજ ડોલરનું પેકેજ મંજૂર કર્યા પછી તેના ભાગરૂૂપે આ મહિને 1.1 અબજ ડોલર આપવાના હતા, પરંતુ હજી આપ્યા નથી, કારણ કે તેને ભય છે કે તે રકમ પરત નહીં મળી શકે.