અગાઉ માત્ર ઝલક જ દેખાડી
ખાસ-ખબર સંવાદદાતા
ઇલિયાના ડી ક્રૂઝે પહેલીવાર તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો છે જોકે, હજુપણ તેણે પોતાના બોયફ્રેન્ડની વિગતો જાહેર કરી નથી. ઇલિયાનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાની રોમેન્ટિક ડેટની તસવીરો શેર કરી છે. તે પોતાના પાર્ટનર સાથે ખુશ જણાઇ રહી છે.
- Advertisement -
જોકે ઇલિયાનાએ તેના પાર્ટનરનું નામ આપ્યું નથી. તેણે તેને ટેગ પણ કર્યો નથી. ઈલિયાનાએ અગાઉ તેની બોયફ્રેન્ડની ઝલક શેર કરી હતી ત્યારે તેનો ચહેરો છૂપાવ્યો હતો. આ વખતે તેણે તેનો ચહેરો પણ પ્રગટ કરી દીધો છે. ઈલિયાનાએ અગાઉ પોતાની પ્રેગનન્સી જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા.