જે પોતાની સાથે 6 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે અને 40 મિનિટની અંદર 100 કિમીની ત્રિજ્યામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કરી શકશે
IIT કાનપુરે AI ટેક્નોલોજીથી સજ્જ એવું ડ્રોન તૈયાર કર્યું છે, જેને દુશ્મનનું રડાર પણ પકડી શકશે નહીં. આ એક એવું આત્મઘાતી ડ્રોન છે જે 100 કિમીની ત્રિજ્યામાં દુશ્મનો પર તબાહી મચાવી શકે છે. આ ડ્રોનની ઘણી ખાસિયત છે. જણાવી દઈએ કે આ ડ્રોન પોતાની સાથે 6 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે.
- Advertisement -
6 મહિનામાં ટાર્ગેટ ડિસ્ટ્રક્શન ટ્રાયલ માટે તૈયાર થશે
એરોસ્પેસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર સુબ્રમણ્યમ સદરલાએ કહ્યું કે આ ડ્રોનમાં સ્ટોલ્ડ ટેક્નોલોજી છે જેના કારણે તે દુશ્મનના રડારમાં પણ નહીં આવે. આ ડ્રોન આગામી 6 મહિનામાં ટાર્ગેટ ડિસ્ટ્રક્શન ટ્રાયલ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે અમે આ ડ્રોનને DRDOના DYSL પ્રોજેક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી તૈયાર કરી રહ્યા છીએ. તે ત્રણેય સેનાઓ મુજબ મોડીફાઇડ કરવામાં આવી શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ની મદદથી દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરશે
- Advertisement -
આ આત્મઘાતી ડ્રોન 40 મિનિટની અંદર 100 કિમીની ત્રિજ્યામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કરી શકશે. જણાવી દઈએ કે આ ડ્રોન બેટરીથી ચાલે છે. આ ડ્રોનની લંબાઈ લગભગ 2 મીટર છે. તેને ફોલ્ડ પણ કરી શકાય છે. આ ડ્રોનમાં કેમેરા અને ઈન્ફ્રારેડ સેન્સર લગાવવામાં આવ્યા છે. જેની મદદથી દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. તેને કૅટાપોલ્ટ અથવા કેનિસ્ટરમાંથી લોન્ચ કરી શકાય છે. આ ડ્રોનની સૌથી ખાસ વાત એ છે કે તે દુશ્મનના પ્રદેશમાં જીપીએસ બ્લોક હોવા છતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરશે.
રાત્રે પણ હુમલો કરી શકે છે-
આ ડ્રોન ઓછામાં ઓછી 100 મીટર અને વધુમાં વધુ 4.5 કિલોમીટરની ઉંચાઈ સુધી જઈ શકે છે. આ ડ્રોન વડે દુશ્મન પર કોઈપણ ઊંચાઈથી હુમલો કરી શકાય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેની મદદથી રાત્રે પણ તેના પર હુમલો કરી શકાય છે. પ્રોફેસર સદરલાએ કહ્યું કે આ ડ્રોન બનાવવા માટે ડિફેન્સ કોરિડોર હેઠળ મળતું ફંડિંગ મહત્ત્વનું છે.