માર્ક રુટેએ ચીન, ભારત અને બ્રાઝિલના નેતાઓને ચેતવણી આપી હતી કે જો તેઓ રશિયા સાથે વેપાર કરવાનું અને તેનું તેલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે, તો તેઓ 100 ટકા ગૌણ પ્રતિબંધો લાદશે.બ્રીકસ દેશોના સંગઠન સામે અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ઉંચા ટેરીફ લાદવાની ધમકી આપ્યા બાદ હવે રશીયા સાથેના વ્યાપાર બદલ નોર્થ એટલાન્ટીક ટ્રીટ્રી ઓર્ગેનાઈઝર (નાટો)એ ભારત સહિતના દેશોને ચેતવણી આપી છે.
માર્ક રુટે નેતાઓને પુતિનને ફોન કરવા અને ગંભીર શાંતિ વાટાઘાટો માટે દબાણ કરવા વિનંતી કરી
- Advertisement -
રશિયાને મદદ કરતા દેશો પર 500% સુધીના ટેરિફ માટેના બિલને યુએસ સેનેટરોએ સમર્થન આપ્યું
ભારત રશિયન તેલના ટોચના ખરીદદારોમાં સામેલ, પ્રતિબંધો લાદવામાં આવે તો જોખમનો સામનો કરવો પડશે
અગાઉ અમેરીકાના પ્રમુખે રશીયા પાસેથી ક્રુડ તેલ ખરીદનાર પર 500%નું ટેરીફ લાદવાની ધમકી આપી હતી. તે વચ્ચે રૂટે ધમકીના સ્વરમાં જણાવ્યું કે તમે બીજીંગ દિલ્હી કે બ્રાઝીલમાં રહેતા હો અને પછી કે તે દેશના રાષ્ટ્રવડાઓ સાવધ થઈ જવું જરૂરી છે.
- Advertisement -
જેઓ રશીયા સાથે ક્રુડ તેલ સહિતનો વ્યાપાર કરશે તેમના ઉપર વધારાના પ્રતિબંધો લાદવામાં આવશે. અને તેનાથી મોટું નુકશાન થશે. તેમણે કહ્યું કે આ દેશોએ રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનને યુક્રેન સાથે શાંતિ સમજુતી માટે દબાણ કરવું જોઈએ. નહીંતર તેના પરિણામ આ દેશોએ ભોગવવા પડશે.
આમ ‘નાટો’એ પ્રથમ વખત ભારત ચીન જેવા દેશોની ધમકી આપવાનું જે દુ:સાહસ કર્યુ છે તેના ઘેરા પડઘા પડે તેવી શકયતા છે. હાલમાં જ અમેરીકી પ્રમુખ ટ્રમ્પે યુક્રેનને યુધ્ધ લડવા માટે વધુ ઘાતક હથીયાર આપવાની જાહેરાત કરી છે પણ તેનો ખર્ચ ‘નાટો’ રાષ્ટ્રો ભોગવશે તેમ કહીને આ રાષ્ટ્રોને ફીકસમાં મુકી દીધા છે.