અખરોટ અને કેળાથી બનેલી સ્મૂધીથી દિવસની કરો શરૂઆત, ચોમાસામાં રહેશો હેલ્ધી અને એનર્જેટીક
અખરોટ અને કેળામાંથી તૈયાર થતી આ સ્મૂધીની ખાસિયત એ છે કે બાળકોને પણ તેનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે અને તેઓ સહેજ પણ નખરા કર્યા વગર તેને પીવે છે. આ સ્મૂધી પીધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. તો ચાલો જાણીએ અખરોટ-કેળાની સ્મૂધી બનાવવાની સરળ રીત.
- Advertisement -
સામગ્રી
કેળા – 2
અખરોટ – 1/4 કપ
મધ – 2 ચમચી
એલચી પાવડર – 1/2 ચમચી
દૂધ – 2 ગ્લાસ
આઈસ ક્યુબ્સ – 2-3 (વૈકલ્પિક)
બનાવવાની રીત0
- Advertisement -
અખરોટ-કેળામાંથી સ્મૂધી બનાવવા માટે સૌથી પહેલા અખરોટને તોડીને તેની અંદરના ભાગને એક બાઉલમાં કાઢી લો.
આ પછી કેળુ લો અને તેની છાલ કાઢીને તેના મોટા-મોટા ટુકડા કરી લો. હવે બ્લેન્ડર લો અને તેમાં કેળાના ટુકડા, અખરોટની અંદરનો ભાગ, બે ચમચી મધ અને એલચી પાવડર ઉમેરો.
છેલ્લે બ્લેન્ડર જારમાં દૂધ નાખો અને ઢાંકણને ઢાંકીને બધી વસ્તુઓને એકસાથે બ્લેન્ડ કરો.
તેને ત્યાં સુધી બલેન્ડ કરો જ્યાં સુધી બધી વસ્તુઓ સ્મૂધ ન થઈ જાય. અખરોટ-કેળાની સ્મૂધી બનીને તૈયાર છે.
તેને સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઠંડુ કરવા માટે 2-3 બરફના ટુકડા પણ ઉમેરો.
દિવસની શરુઆત કરવા માટે અખરોટ અને કેળાની સ્વાદિષ્ટ સ્મૂધી તૈયાર છે. તેને પીધા પછી શરીરમાં એનર્જીનો અનુભવ થશે.