કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી કોંગ્રેસ પાર્ટી 150 દિવસ માટે ભારત જોડો યાત્રા શરુ કરી રહી છે, જેને લઈને આસામના મુખ્યમંત્રીએ કટાક્ષ કર્યો છે.
કોંગ્રેસ આજથી ‘ભારત જોડો યાત્રા’ શરુ કરી રહી છે. તો વળી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસે પોતાનું આ અભિયાન પાકિસ્તાનમાં શરુ કરવું જોઈએ. આસામના મુખ્યમંત્રીએ ભાર આપીને કહ્યું કે, ભારત જોડાયેલ છે, અને એકજૂટ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 1947માં ભારતના ભાગલા થયા હતા અને ભારત જોડો યાત્રા શરુ કરવાનો કોઈ ફાયદો નથી.
- Advertisement -
સરમાએ કહ્યું કે, પાકિસ્તાનમાં શરુ કરે કોંગ્રેસ પોતાનું અભિયાન
સરમાએ મંગળવારે કહ્યું હતું કે, ભારત 1947માં કોંગ્રેસે દ્વારા વિભાજીત થયો હતો. જો તે ભારત જોડો યાત્રા શરુ કરવા માગે છે, તો રાહુલ ગાંધીને પાકિસ્તાનમાં આવુ કરવું જોઈએ. ભારતમાં આ યાત્રા કરવાનો કોઈ ફાયદો નથી. ભારત જોડાયેલ છે. એક જૂટ છે. હું રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા કાર્યક્રમ પાકિસ્તાનમાં લઈ જવાની સલાહ આપવા માગુ છું.
આપને જણાવી દઈએ કે, આસામના મુખ્યમંત્રીની આ ટિપ્પણી કોંગ્રેસ દ્વારા અભિયાનનું ટાઈટલ સોંગ હિન્દીમાં જાહેર કરવા અને મંગળવારે તેની ટેગલાઈનના થોડા કલાકો બાદ આવી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાફલો કોઈ રાજ્યમાં પહોંચશે તો આ ગીતને સંબંધિત સ્થાનિક ભાષામાં રિલીઝ કરવામાં આવશે, પાર્ટી સાંસદ જયરામ રમેશે કહ્યું કે, આ અભિયાનનું સીધું પ્રસારણ તેની ડેડિકેટ વેબસાઈટ bharatjodoyatra.in પર કરવામાં આવશે.
- Advertisement -
If Congress wants to start Bharat Jodo Yatra, they should do it in Pakistan, says Assam CM
Read @ANI Story | https://t.co/3txDeysY8X#HimantaBiswaSarma #Congress #BharatJodoYatra pic.twitter.com/YlCLjy4ngy
— ANI Digital (@ani_digital) September 7, 2022
કન્યાકુમારીમાંથી શરુ થઈને જમ્મુ કાશ્મીરમાં ખતમ થશે યાત્રા
મિશન 2024 થી પહેલા કોંગ્રેસ પદ યાત્રા દ્વારા પાર્ટીના કેટલાય નેતા પાર્ટીમાં પ્રાણ ફુંકવાની કોશિશ કરી રહ્યા છે. જે અંતર્ગત ભારત જોડો યાત્રાની શરુઆત કરવામાં આવી છે . આપને ઝણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા અભિયાન તમિલનાડૂના કન્યાકુમારીથી શરુ થઈને જમ્મુ કાશ્મીરમાં સમાપ્ત થશે. તે 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3570 કિમીની યાત્રા કવર કરશે અને 150 દિવસ સુધી ચાલશે.