DY દ્વારા કાયદો હાથમાં લેનારાઓને કડક શબ્દોમાં સમજાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યભરમાં ગુન્હેગારોને યાદી તૈયાર કરાઈ છે. જે અંગે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝન ખાતે પણ મિલકત સબંધી, શરીર સબંધી, પ્રોહિબિશન, જુગાર ધારા સહિતના જુદા જુદા ગુન્હામાં સંડોવાયેલ 381 ગુન્હેગારોને સાનમા સમજાવવા માટે ધ્રાંગધ્રા ડી.વય.એસ.પીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ધ્રાંગધ્રા સિટી, તાલુકા, પાટડી, બજાણા, ઝીંઝુવાડા અને દસાડા પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં સંડોવાયેલ શખ્સોને ડિવિઝન કચેરી ખાતે બોલાવી પોતે કરેલા ગેરકાયદેસર કબજા અને વીજ જોડાણો દૂર કરે અન્યથા પોલીસ જે તે વિભાગને સાથે રાખી કાર્યવાહી કરશે આ સાથે કેટલાક અસમાજિક તત્વો ગુન્હાહિત પ્રવૃતિમાં વારંવાર સંડોવાયેલ હોય છે જેઓના સામે આગામી સમયમાં પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જ્યારે આ તમામ ગુન્હેગારોને આગામી સમયમાં શાંતિ અને સલામતી ડહોળવા સાથે કાયદો હાથમાં નહીં લેવા કડક શબ્દોમાં ટકોર કરી હતી.