બોર્ડની શાળાઓને સૂચના : પ્રેક્ટિકલ પરીક્ષા, પ્રોજેક્ટ વર્ક અને આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુ.થી થશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.20
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ કામ તથા આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચે યોજાનાર છે. આ પરીક્ષાઓને લઈ બોર્ડે પોતાની તમામ શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ તથા આંતરિક મૂલ્યાંકનના ગુણ અત્યંત સાવચેતીપૂર્વક ભરવા.
બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે, એકવાર ગુણ અપલોડ થયા બાદ તેમાં કોઈપણ પ્રકારની ભૂલનો સુધારો સ્વીકારવામાં નહીં આવે. તેથી શાળાઓએ દરેક પ્રક્રિયા સંપૂર્ણ સાવચેતી સાથે પૂર્ણ કરવાની રહેશે.
- Advertisement -
સીબીએસઈ દ્વારા શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને પ્રોજેક્ટનું સંચાલન નિર્ધારિત સમયમર્યાદાની અંદર યોગ્ય રીતે પૂર્ણ કરી લે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. બોર્ડ દ્વારા મોકલેલી માહિતીમાં ક્યાં વિષયમાં પ્રેક્ટિકલ હશે, ક્યામાં પ્રોજેક્ટ અને તેના ગુણ કેટલા હશે તેની વિષયવાર વિગતવાર માહિતી પણ આપવામાં આવી છે. બોર્ડે નોંધ્યું છે કે, ઘણી વખત શાળાઓ પ્રેક્ટિકલ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકનના ગુણ ભરતી વખતે ભૂલ કરી બેસે છે.
આથી, કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે માટે બોર્ડે વિસ્તૃત માહિતી પૂરી પાડી છે. બોર્ડે શાળાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, તેઓ આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીને ધ્યાનથી વાંચે અને પછીથી વિવિધ બહાના આપીને પોતાની ભૂલ સુધારવાની વિનંતી ન કરે. કેન્દ્રીય શિક્ષણ બોર્ડે તાજેતરમાં જે સૂચનાઓ જાહેર કરી છે તે રાજકોટ સહિત તમામ સીબીએસઇ શાળાઓને લાગુ પડશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં દેશભરમાં આશરે 40 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપે છે.
ગયા વર્ષે રાજકોટમાં આશરે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી.આ વર્ષે પણ રાજકોટ સહિત દેશભરમાં જે વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12ની પરીક્ષા આપવાના છે તેની પહેલાં જાન્યુઆરીમાં બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની છે તેના માટે બોર્ડે સૂચનાઓ જાહેર કરી છે.
- Advertisement -
બોર્ડે દરેક શાળાને વિસ્તૃત ગાઇડલાઇન આપી છે
ક્યા વિષયમાં પ્રેક્ટિકલ, કયામાં પ્રોજેક્ટ અને કયામાં માત્ર આંતરિક મૂલ્યાંકન હશે, તેની જાણકારી.
બંને વર્ગો માટેના ગુણનું માળખું.
ક્યા વિષયના પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ માટે બોર્ડ તરફથી બાહ્ય પરીક્ષક (ઊડ્ઢયિંક્ષિફહ ઊડ્ઢફળશક્ષયિ) ઉપલબ્ધ કરાશે.
પરીક્ષા માટેની સમયમર્યાદા અને ઉત્તરવહીના પેજની સંખ્યા. રાજ્કોટમાં 8 હજારથી વધુ વિધાર્થી પરીક્ષા આપે છે



