શ્રીમદ્દ ભાગવત કથા પ્રારંભે મહેશગિરીએ કહ્યું ધર્મમાં ખોટું થશે તો લડીશ પણ રડીશ નહીં
ભૂતનાથ મંદિરે કથા પ્રારંભે સંતો – મહંતોની સાથે વિશાળ પોથી યાત્રા નીકળી
કોઈનો ઉપદેશ નહિ પણ ઉદાહરણ આપી જાગૃત કરો: ડૉ.મહાદેવ પ્રસાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ અંબાજી શક્તિપિઠ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ મહંતાઈ મુદ્દે સાધુ – સંતોમાં અનેક મતભેદ સાથે પરસ્પર ગંભીર આરોપો અને આક્ષેપો સાથે વિખવાદ ચરમસીમા પર પોહ્ચ્યો છે.જેમાં અંબાજી મંદીરના ગાદીપતિ બાદ ભવનાથ મંદિરના મહંતની ગાદી માટે પણ વિખવાદ શરુ થતા મહેશગીર અને હરીગીરી અમાને સામાને આવી ગયા છે.જેમાં સરકારે ગંભીરતાથી નોંધ લઈને જિલ્લા સમાહર્તાએ નિર્ણય લઈને અંબાજી મંદિર અને ભીડભંજન જગ્યા સાથે દત્ત શિખર જગ્યા પર સીટી મામલતદારની વહીવટ કરતા તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે.એવા સમયે ભૂતનાથ મંદિર ખાતે ગત રોજ શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો જેમાં સાધુ – સંતો સાથે વિશાળ પોથી યાત્રા યોજાઈ હતી જેમાં કથા વ્યાસપીઠ પરથી ડો.મહાદેવપ્રસાદે કહ્યું હતું કે, કોઈને ઉપદેશ નહિ પણ ઉદાહરણ આપો તો તે જાગૃત થાય. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે જેના પ્રારંભે ગિરનાર છાયા મંડળના તેમજ બીજા સંતોની ઉપસ્થિતિમાં તેમણે શ્રોતાઓને ધર્મમાં ખોટુ થઇ રહ્યુ છે એ માટ પોતે લડાઇ લડી રહ્યા છે અને હજી લડશે એવો ખુલ્લો પડકાર ફેંકયો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આ જીવન અને સત્ય અને ધર્મ માટે ખપાવી દેવું છે એ સહેલુ ન હોય ઘણા ઝેર પીવા પડે સારુ કરવા જાવ એટલે વિરોધ લગભગ ઘરમાંથી જ થાય એ વિરોધનો તબકકો પૂરો અને તટસ્થ રહો પછી તમારી નિંદા થાય એ તબકકો પુરો કરો એટલે તમારા સાથે ઝઘડવાનું ચાલુ થઇ જાય. એમાં તટસ્થ રહો એટલે ચોથો તબકકો છે તમે વિજયી થાવ. કારણ કે, ધર્મનો જ વિજય થાય, સત્યનો જ વિજય થાય સમય લાગે પણ સમય બદલાય ઘણાય લોકો મને કહે છે કે તમે કેમ આટલા આક્રામ થાવ છો. સાધુ બે પ્રકારના હોય એક અવસ્થાવાળા અને એક વ્યવસ્થાવાળા જે અવસ્થાવાળા છે એ જંગલમાં, ગુફામાં હોય જગતની કાંઇ પડી નહોય પણ એમનું રક્ષણ થાય એ માટે ધર્મના રક્ષણની વ્યવસથા પણ હોય છે અને જયારે વ્યવસ્થા સંભાળવાની વાત આવે એમાં નિયમ, નિતી આક્રમકતા બધુ આવે. જયારે ઉપદેશ આપવાની વાત આવે તો મે યુરોપિયન પાર્લામેન્ટમાં પ્રમુખો, મેનેજમેન્ટના લોકોને વકતવ્ય આપ્યા છે
તો એમા તમારે ફોન જોઇએ, ત્યાં જવા પ્લેન પણ જોઇએ. એમાં એમ ન હોય કે બાવાને આ બધુ શા માટે જોઇએ. જો ન રાખીએ તો સ્પીડમાં આ બધુ ન કરી શકો. ધર્મના સંસ્કાર હોય તો મોબાઇલ કે કોમ્પ્યુટરમાં શું જોવુ જોઇએએની ખબર પડે મારા આત્માનો એક એક કણ પરમાત્માને સમર્પિત કરી દીધા છે. ધર્મમાં ખોટું થશેતો લડીશ..લડીશ…લશડી, રડીશ નહીં કેમ કે, મારા કૃષ્ણએ એમ કયારેય નથી કીધુ શાંત રહો કૌરવો. મારા કૃષ્ણએ કહ્યુ છે તે ખોટુ કર્યુ છે અને તારો વિનાશ કરીને જ રહીશ. તે મારા જૂનાગઢનું કલ્યાણ કર્યુ હોય તે જો જૂનાગઢનું સત્યનાશ કર્યુ હોય તો તારો વિનાશ કરીશ. ધર્મમાં કોઇ આડો આવ્યો તો મહેશગીરી આડો ઉભો છે એ યાદ રાખજો. કેમ કે, મારો કૃષ્ણ આશીર્વાદ મુદ્રામાં પણ છે અને સુદર્શન ચક્રની મુદ્રામાં પણ છે મારો પરમાત્મા મને નપુંષક બનવાનું નથી શીખવાડતો એ ભકત વત્સલ પણ છે પણ દુષ્ટોનું દમન કરવાવાળો પણ છે યુદ્ધ લડવુ છે બુદ્ધ બનીને.



