હાઈ બ્લડ શુગર લેવલને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
હાઈ બ્લડ શુગર લેવલને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં ડાયાબિટીક ફુટ અલ્સર પણ સામેલ છે. આ ડાયાબિટીસને કારણે પગની સ્થિતિ છે જે ખૂબ પીડાદાયક હોઈ શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટીક ફુટ અલ્સરનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય છે.
- Advertisement -
ડાયાબિટીસ એ એક ગંભીર રોગ છે, જે એક વખત સંક્રમિત થઈ ગયા પછી જીવનભર તમને છોડતો નથી. આ રોગમાં શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી, જેના કારણે લોહીમાં શુગર લેવલ વધવા લાગે છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્યુલિન એક હોર્મોન છે, જે આપણા સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે. તે લોહીમાં હાજર ગ્લુકોઝને કોષોમાં પ્રવેશવામાં મદદ કરે છે, જે શરીરને એનર્જી મળે છે. પરંતુ જ્યારે શરીર ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, ત્યારે લોહીમાં ગ્લુકોઝ જમા થવા લાગે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ વધવા લાગે છે.
લોહીમાં શુગર લેવલ વધવાથી ચેતાતંતુઓને નુકસાન થવા લાગે છે. જ્ઞાનતંતુઓને નુકસાન થવાથી શરીરના દરેક અંગને અસર થવા લાગે છે અને રક્ત પરિભ્રમણ પણ યોગ્ય રીતે થતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને પગમાં ઘાવ થઈ શકે છે. આને ડાયાબિટીક ફુટ અલ્સર કહેવામાં આવે છે. તેથી આ વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે.
- Advertisement -
ડાયાબિટીક ફુટ અલ્સર કેવી રીતે થઈ શકે?
– તબિબોના જણાવ્યા મુજબ, ડાયાબિટીસમાં નશોને નુકસાનને કારણે ઘણીવાર પગમાં ઝણઝણાટ અથવા વારંવાર સુ્ન્ન થઇ જાય છે. જેના કારણે ઘણી વખત પગમાં છાલા કે ઘા પડે છે તેને ઓળખવું મુશ્કેલ બની જાય છે અને ઘા વધવા લાગે છે.
– નસોને નુકસાન થવાને કારણે, રક્ત પરિભ્રમણમાં સુધારો થતો નથી અને તેના કારણે પગમાં ઘાવ ખૂબ જ ધીરે ધીરે રૂઝાય છે.
– ડાયાબિટીસના દર્દીઓમાં ત્વચાના ચેપનું જોખમ વધારે હોય છે, કારણ કે બળતરાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે તેઓ ચેપ સામે લડવામાં અસમર્થ હોય છે. ઝડપથી ઇલાજ ન થવાને કારણે આ ચેપ શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, જેના કારણે તે ભાગની પેશીઓ મરી જાય છે.
આ કારણોથી થાય છે
ડાયાબિટીસના દર્દીઓએ તેમના પગની ખાસ સંભાળ રાખવી જોઈએ. જો પગમાં કોઈ ઘા, ફોડલા, દાઝી જવું, ફાટેલી ત્વચા, ફંગલ ઈન્ફેક્શન વગેરે દેખાય તો તરત જ તેની સારવાર કરાવવી જરૂરી છે. નહિંતર આ સ્થિતિઓ ડાયાબિટીસના ફૂટ અલ્ચરમાં ફેરવાઈ શકે છે.
આને કેવી રીતે અટકાવવું?
ડાયાબિટીસ ફુટમાં સૌથી સામાન્ય હોય છે. ફૂટ અલ્સર. આ કારણે ઇન્ફેક્શન ક્યારેક એટલું વધી જાય છે કે તેને સર્જીકલથી દૂર કરવું પડે છે. આ સ્થિતિને કેવી રીતે અટકાવવી તે જાણવા માટે ડોક્ટરો પાસેથી આ જાણ્યું. તબીબ ક્ષેત્રના નિષ્ણઆતોએ જણાવ્યું કે ડાયાબિટીસને કારણે પગમાં ઘણી તકલીફો થઈ શકે છે.નશોને નુકસાનને કારણ સ્નાયુઓ નબળા પડી શકે છે.
આનાથી બચવા માટે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરીને જ ડાયાબિટીસ જે પગને અસર કરે છે તે સમસ્યાથી બચી શકાય છે. ઉપરાંત, ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવું અને બ્લડ સુગરનું સ્તર નિયમિતપણે તપાસવું મહત્વપૂર્ણ છે. પ્રારંભિક તપાસ સારવારમાં ઘણી મદદ કરી શકે છે અને તેઓ ગંભીર ચેપમાં ફેરવાય તે પહેલાં તેમની સારવાર કરી શકાય છે.
ડોક્ટરોનું કહેવું છે તમે પગમા જુતા પહેરવા પસંદ કરો તે પણ યોગ્ય ફિટ હોય તેવા પસંદ કરો જ્યારે જૂત્તાના કારણે પગ દબાય કે વાંકો વળી ન જાયતેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાગવાની શક્યતાઓ ઘટાડવી જોઇએ. જોખમને ઘટાડવા માટે ઉઘાડપગું ન ચાલો અને ઘરની અંદર પણ ચપ્પલ અથવા જૂતાનો ઉપયોગ કરો. અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરો. કારણ કે આના કારણે રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થાય છે, જેના કારણે ડાયાબિટીક ફુટ અલ્સર થવાનું જોખમ વધી જાય છે.