ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ શહેર પાસે આવેલ ઝાંઝરડા ગામે ટીપી સ્કીમ લાગુ કરવા મુદ્દે કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમય થી આંદોલન ચલાવી રેલી, ધારણા અને આવેદન પત્ર આપીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને છેલ્લા ચાર દિવસ ધરણા કરી રહ્યા છે ત્યારે ગઈકાલે વધુ એક આવેદન પત્ર મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આપવામાં આવ્યું હતું.
- Advertisement -
ટીપી સ્કીમ મુદ્દે ભારતીય કિશાન સંઘના મનસુખભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મહામુલી જમીન ટીપી સ્કીમમાં 40 ટકા કપાઈ છે તે ખેડૂતોને પરવડે તેમ નથી આ ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ લેવામાં આવે છે જેમાં ખેડૂતો ભરે નહિ તો તેની રેવન્યુ રાહે વસુલાત કરવામાં આવે છે.આ અગાઉ પણ ખેડૂતો દ્વારા વાંધા સૂચનો અને આવેદન પત્ર આપીને રજૂઆતો કરવામાં આવી છે.ચાર દિવસ થી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે છતાં સરકાર પાસેથી યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી અને અમારી માંગ છે કે ટીપી સ્કીમ નંબર-5 અને 7 તાત્કાલિક રદ કરો જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવેતો આગામી દિવસોમાં કિશાન સંઘ અને ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.