મ્યુ. તંત્રના વલણના કારણે કોઇના પ્રસંગો બગડવા ન જોઇએ : રાજુ જુંજા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
- Advertisement -
ટીઆરપી ગેમજોન અગ્નીકાંડની દુ:ખદ દુર્ઘટના બાદ રાજકોટ શહેરની તમામ જ્ઞાતી સમાજની વાડીઓ તેમજ હોલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સીલ મારી દેવામાં આવતા અનેક પરિવારોના લગ્ન પ્રસંગો અટકી પડતા પરિવારોમાં દોડધામ વધી ગઇ છે ત્યારે સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુ જુંજાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મ્યુ. કોર્પોરેશને જે તે જ્ઞાતી સમાજની વાડીને સીલ માર્યા છે તેના પ્રમુખનું સોગંદનામું લઇ તાત્કાલીક સીલ ખોલી નાખવા જોઇએ, મ્યુ. તંત્રના જકકી વલણના કારણે કોઇના પ્રસંગો બગડવા ન જોઇએ. મ્યુ. તંત્રની ભુલનો ભોગ કોઇપણ સમાજ ન બનવો જોઇએ. જો સીલ ન ખોલવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના હોલ જે તે સમાજને લગ્ન પ્રસંગ માટે વિના મુલ્યે આપવા જોઇએ. એવી માંગણી રાજુ જુંજાએ કરી છે.
વધુમા જણાવ્યું છે કે શાળા કોલેજોના સીલ પદાધીકારીઓની ભલામણથી રાતો-રાત ખુલી જતા હોય તો જ્ઞાતી સમાજની વાડીના સીલ કેમ ન ખુલે ? મ્યુનિસિપલ કમિશનર દરેક સમાજના હીતમા વહેલી તકે નિર્ણય લઇ ઉપરોકત બાબતે ઘટતુ કરે તેવી માગંણી છે.