પાન-આધાર લિન્ક-અપની ડેડલાઈન પુરી થયાના 6 માસ બાદ આવકવેરા તંત્ર મેદાનમાં
ખાસ-ખબર સંવાદદાતા
જો તમો કોઈ મિલ્કત ખરીદવા જઈ રહ્યા હો તો જે વેચનાર છે તેના આધાર અને પાન લીંકઅપ છે કે કેમ તે પહેલા ચકાસી લેજો. જો તેમ નહી હોય તો 20% ટીડીએસ તમારે ભરવાનો આવશે. હાલ તો તમોને જો આ લીંકઅપ હોય તો 1% ટીડીએસ લાગે છે પણ જો વેચનારના આધાર-પાન લીંકઅપ નહી હોય તો 20% ટીડીએસની મર્યાદામાં આવી જજો.
આવકવેરા ધારાની જોગવાઈ મુજબ રૂા.50 લાખ કે તેથી ઉપરની કિંમતની કોઈપણ મિલ્કત ખરીદનાર એ 1% ટીડીએસ ભરવાનો છે જે બાદમાં તમારા આવકવેરા રીટર્નમાં તમો દર્શાવીને ક્રેડીટ મેળવી શકશો. હવે પાન-આધાર લીંકઅપની ડેડલાઈન છ માસ પહેલા જ પુરી થઈ છે અને તેની આવકવેરા વિભાગે જે મિલ્કતની ખરીદ-વેચાણ કિંમત રૂા.50 લાખ કે તેથીની વધુની છે અને જેના દસ્તાવેજો થયા છે તેમાં પાન-આધાર-લીંકઅપ ના હોય તેને 20% ટીડીએસ ભરવા ખરીદનારને નોટીસો પાઠવવાનું શરુ કર્યું છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમના જણાવ્યા મુજબ આ પ્રકારે હજારો મિલ્કત ખરીદનારાઓને નોટીસ આપી છે. જેમાં વેચનાના પાન-આધાર લીંકઅપ ના હતા અને હવે તેથી જ આ પ્રકારના સોદા થાય તે પુર્વે હવે વેચનારના પાન-આધાર લીંકઅપ હોય તે નિશ્ચિત કરવામાં આવશે. આ જ રીતે કોન્ટ્રાકટર, દલાલો, પ્રોફેશનલ પણ પોતાના પાન-આધાર લીંકઅપની ચિંતા કરવા લાગ્યા છે. વાસ્તવમાં જેઓના પાન-આધાર-લીંકઅપ નથી તેમના પાન ઈન-ઓપરેટીવ થયા છે અને તેથી લીંકઅપ દર્શાવે નહી તે નિશ્ચિત છે અને તેના આધારે આ નોટીસો મળવા લાગી છે અને તેઓને હવે 20% ટીડીએસ ભરવાની નોબત આપી ગઈ છે.
સરકારે ડીજીટલાઈઝેશનને વેગ આપવા અને યુનીફાઈડ ટેક્ષ સિસ્ટમને અપનાવતા ભાગ પાન-આધાર લીંકઅપ ફરજીયાત કર્યા હતા. એક વ્યક્તિ એકથી વધુ પાન રાખીનેતેના મોટી રકમના વ્યવહારો છુપાવે છે તેને પણ ડામવા આ ફરજીયાત કર્યુ હતું અને આ જોગવાઈને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે.
- Advertisement -
આવકવેરાએ હજારો નોટિસ ઈશ્યુ કરી
1%ના બદલે સીધો 20%નો ડામ લીંકડ-અપ ના હોય તેવા ‘પાન’ ઈન ઓપરેટિવ થયા: સુપ્રીમે પણ જોગવાઈ માન્ય રાખી છે