જૂનાગઢ કડવા પાટીદાર સમાજના સામાજિક સંમેલનમાં હુંકાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અને ગીર સોમનાથ કડવા પાટીદાર સમાજનું સામાજિક સંમેલન જૂનાગઢ ફળદુ વાડી ખાતે યોજાયું હતું ત્યારે સમાજના સામાજિક ઉથ્થાન માટે આગેવાનો એક સુર જોવા મળ્યો હતો.આગામી દિવસો માં રાજકોટ ખાતે 100 કરોડના ખર્ચે શેક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવશે અને રાજકોટ એઇમ્સ હોસ્પિટલ નજીક સમાજ માટે અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવશે. તેમ સીદસર મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશ પટેલે જણાવ્યું હતું.સામાજિક સંમેલન માં ઉમિયા ધામ ગાંઠીલા અને સીદસર મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટીગણ સહીતના આગેવાનોએ સમાજ એક થઇને સમાજનો અવાજ દબાવાનો પ્રયાસ કરશે,તો તે સાંખી નહિ લેવાઈ. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ ધુલેશીયા એ કહ્યું હતું કે, જ્ઞાતીવાત કરવા નથી ભેગા થયા શક્તિ પ્રદર્શન કરવાં પણ નહિ માત્ર સમાજ સંગઠન થાય તેમાટે એકત્ર થયા છે આજે સમાજના સીદસર અને ઉંજાથી જે આદેશ મળશે તે ગાંઠીલા ધામ ટ્રસ્ટીઓ કામ કરવા તૈયાર છે. દીકરા માટે ઘણું કર્યું હવે દીકરીઓ માટે હાયર એજ્યુકેશન માટે સંસ્થા બનાવીને કામ કરવું છે. ગાંઠીલા ધામ ના પ્રમુખ વાલજીભાઈ ફળદુએ જણાવ્યું હતું કે,લોકો કહે છે ચૂંટણી નજીક એટલે સંમેલન બોલાવે છે એમાં અમને જરાય વાંધો નથી. હાલ સમય બદલાયો છે અને બેઠા રેહવાનો સમય નથી ત્યારે સીદસર ધામના પ્રમુખ જયરામભાઈ વાંસજાળીયાએ રાજનીતિ વિષે વાત કેહતા જણાવ્યું હતું કે, રાજકીય રીતે ઘણા પાછળ છે.આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એક પણ ધારાસભ્ય આપણો નથી. આજે સમાજ સંગઠિત હશે તો રાજકીય પક્ષો આપણી વાત સાંભળાશે. આ રાજકીય સંમેલન નથી પણ રાજકારણએ સમાજનો એક ભાગ છે.
- Advertisement -
લવ જેહાદની સમસ્યા ખુબ વધી છે: સંજયભાઇ કોરડીયા
સમાજ અગ્રણી સંજય કોરડીયાએ લવ જેહાદ જેવા મુદે અવાજ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે,આજે લવ જેહાદની સમસ્યા ખુબ વધી છે. મુસ્લિમ સંસ્થાઓ તેમના દીકરાઓને હિન્દૂ દીકરીઓને ભગાડી જવા માટે રૂપિયા 1 થી 5 લાખ સુધી આપે છે આવા સમયે પરિવારની મુશ્કેલીઓ વધે છે ત્યારે સમાજ અને પરિવારે પોતાના સંતાનોનું ધ્યાન રાખવાની જરૂર છે.