જૂનાગઢ શહેર અને જિલ્લામાં વિકાસનું ગળું નેતાઓએ દબાવ્યું ?
નેતાઓ કોન્ટ્રાકટર બની ગયા
જૂનાગઢને વર્ષો થયા નવી ઔદ્યોગિક વસાહત મળી નથી
- Advertisement -
રાજકારણમાં રચ્યા પચ્યા રહેતા નેતા રોજગારને ભૂલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં રોપ – વે સિવાય કોઈ એવી યોજના નથીકે આંખે વળગીને સામે આવે જૂનાગઢ જિલ્લો અનેક રીતે પછાત જોવા મળી રહ્યોછે શહેર અને જિલ્લામાં રોજગાર ક્ષેત્રમાં બેરોજગારી વધુ જોવા મળી છે બીજી તરફ જિલ્લામાં કોઈ મોટા ઔદ્યોગિક એકમોના હોવાને કારણે બેરોજગાર યુવાનો રાફડો ફાટ્યો જોવા મળી રહ્યોછે જૂનાગઢને વર્ષો થયા નવી ઔદ્યોગિક વસાહત મળી નથી જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે પછાત છે જિલ્લા માં કોઈ મોટો એવો ઉદ્યોગ નથીકે યુવાનોને રોજગારી અપાવી શકે બીજી તરફ જૂનાગઢ શહેરમાં હજુ કેટલા એવા કામ છે જે વર્ષોના વર્ષો વીતી ગયા હજુ સુધી થયા નથી જેમાં ભવનાથ તળેટીમાં આવેલ સુદર્શન તળાવ બદતર હાલત માં જોવા મળેછે તેની સાથે નરસિંહ મેહતા તળાવ કામ શરુ કરાવ્યું કયારે પૂરું થશે તે જોવાનું રહ્યું વર્ષોથી મુખ્ય રોડ અને શેરીના રસ્તાથી લોકો પરેશાન છે.
બીજી તરફ પાણી સમસ્યા પણ હજુ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહીછે જયારે નેતાઓ કોન્ટ્રેકટર બની જાય ત્યારે શહેરજનોને પડતી મુશ્કેલી કોણે સાંભળે બીજી તરફ રાજકોટનો વિકાસ કૂદકે અને ભૂસકે વધી રહ્યોછે ત્યારે જૂનાગઢ નો વિકાસ કેમ નો થાય પ્રજા પણ પાંચ વર્ષનું સરવૈયું લઈને બેઠી છે આજ રીતે માંગરોળની જેટીનો મુદ્દો પણ સામે આવ્યો નવી બનાવામાં આવેલ જેટી શરુ થાય તે પેહલા તૂટી હોવાનું સામે આવ્યું દરિયાના પાણીથી જેટી તૂટી હોઈ તો તે જેટીનીમાં ભ્રસ્ટાચાર થયા હોવાનું સામે આવ્યું હતું જિલ્લાના તમામ તાલુકામાં હજુ જોઈએ તેટલી પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળે છે.
નેતાઓ બન્યા કોન્ટ્રેકટર
રાજકોટનો વિકાસ થાય તો જૂનાગઢનો વિકાસ રૂંધવામાં કોનો હાથ ? જયારે નેતાઓ કોન્ટ્રાકટર બને ત્યારે પ્રજાજનો હજુ અનેક પ્રાથમિક સુવિધા ક્યારે મળશે અને કોણ અપાશે તેવા અનેક સવાલો હજુ ઉભા છે શહેરના મુખ્ય હરવા ફરવાના સ્થળ બદતર હાલતમાં જોવા મળી રહ્યાછે તેનો શું વ્યવસ્થિત વિકાસ કયારે ?
- Advertisement -
નવી ઔદ્યોગિક વસાહત નથી મળી
જૂનાગઢ શહેરમાં નવી ઔદ્યોગિક વસાહત ઘણા વર્ષોથી નથી મળી તેની સાથે જીઆઇડીસી એક 2004માં કોર્પોરેશન હસ્તક લેવામાં આવી હતી ત્યારે હજુ સુધી લાઈટ, પાણી, રોડ જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે અને ડબલ ટેક્સ ભરે છે એક મનપાને હાઉસ ટેક્સની સાથે જીઆઈડીસીનો ટેક્સ ભરે છે એટલે ડબલ ટેક્સનું ભારણ ઔદ્યોગ કરતા વેપારીઓ ભોગવી રહ્યા છે.
વર્ષોથી મનપામાં બહુમતી છતાં વિકાસના કામો નામે મીંડું
જૂનાગઢ મનપામાં વર્ષોથી મનપા સત્તધારી પક્ષ ના હાથમાં હોવા છતાં જોઈએ તેટલું કામ થયું નથી અને વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યુંછે એક તરફ નેતાઓ કોન્ટ્રાકટરના કામમાં વ્યસ્ત હોવાને કારણે સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તેટલી મળતી નથી.