4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે: PMમોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો કે, જો વડાપ્રધાન મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા તો તેઓ વિપક્ષના તમામ નેતાઓને જેલ હવાલે કરી દેશે. તેમણે કહ્યું કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વચનનો અર્થ એ છે કે લોકસભા ચૂંટણી બાદ વિપક્ષી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. દેશમાં લોકસભા ચૂંટણીનું શરૂ રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સાત તબક્કામાં યોજાનાર મતદાનની શરૂઆત 19 એપ્રિલે પ્રથમ તબક્કા સાથે થશે અને મત ગણતરી 4 જૂને થશે.
બાંકુરામાં એક ચૂંટણી સભાને સંબોધતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષે આરોપ લગાવ્યો કે NIAની ટીમ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર ગઈ હતી. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન ચૂંટણી સભાને સંબોધવા માટે પશ્ચિમ બંગાળ આવી રહ્યા છે. મને તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ જે રીતે તેઓ કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભ્રષ્ટાચાર પર વિપક્ષો સામે કાર્યવાહી કરવામાં આવશે, તે અસ્વીકાર્ય છે.’ મોદીએ રવિવારે ઉત્તર બંગાળના જલપાઈગુડીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા દાવો કર્યો હતો કે તેઓ ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે છે, જ્યારે વિપક્ષ ’ભ્રષ્ટાચાર બચાવવા’ની વાત કરે છે.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વચન આપ્યું કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘શું વડાપ્રધાને આ પ્રકારની વાત કરવી જોઈએ? જો હું કહું કે ચૂંટણી પછી ભાજપના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે તો શું થશે? પરંતુ હું આમ નહીં કહું કારણ કે લોકતંત્રમાં તે અસ્વીકાર્ય છે. હકીકતમાં મોદીની ગેરંટી’નો અર્થ 4 જૂન પછી તમામ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવાનો છે.’ નોંધનીય છે કે, શનિવારે NIA ટીમ શનિવારે ભીડે કથિત રીતે એ સમયે હુમલો કરી દીધો હતો જ્યારે તે 2022માં પૂર્વ મેદિનીપુર જિલ્લામાં વિસ્ફોટ મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરવા ગઈ હતી.