સામાન્ય પરિવારના લોકોને ગુમરાહ કરી ખોટા સ્વપ્ન દેખાડીને માનવ તસ્કરીના માર્ગે લઈ અવાય છે : વડાપ્રધાન
અમેરિકામાં ગેરકાનુની રીતે રહેતા ભારતીય નાગરિકોને ટ્રમ્પ શાસને ડિપોર્ટ કરી દેવાનો પ્રારંભ કરી દીધો છે અને આગામી દિવસોમાં વધુ ભારતીયોને લઈ આવતી અમેરિકી લશ્કરી ફલાઈટ ભારત પહોંચશે.
તે વચ્ચે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદમાં મોદીએ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે લોકો અન્ય દેશમાં ગેરકાનુની રીતે રહે છે અને ત્યાં રહેવાનો કોઈ કાનુની અધિકાર નથી અને જયાં સુધી ભારત અને અમેરિકાનો પ્રશ્ન છે તો અમો હંમેશા એ કહીએ છીએ કે જે લોકોની ચકાસણી બાદ તે ભારતીય નાગરિક તે નિશ્ચિત થાય અને તે અમેરિકામાં ગેરકાનુની રીતે રહેતા હશે તો અમો તેને ભારતમાં પરત લેવા તૈયાર છીએ.
- Advertisement -
મોદીએ વધુમાં કહ્યું કે આ પ્રકારના ભારતીય સામાન્ય પરિવારના લોકો છે તેમને મોટા મોટા સ્વપ્ના દેખાડીને માનવ તસ્કરીના માધ્યમથી લાવવામાં આવે છે તેઓને ગુમરાહ કરાય છે. તેથી આપણે આ માનવ તસ્કરી પર પુરી તાકાતથી હુમલો કરવો જોઈએ. ભારત અને અમેરિકાનો પ્રયાસ હશે કે આ પ્રકારના તંત્રને અમો નષ્ટ કરીએ અને મને વિશ્વાસ છે કે તેમાં પ્રમુખ ટ્રમ્પનો સહયોગ મળી રહેશે.