હુમલો ફક્ત ગોળીઓથી જ થતો નથી, પરંતુ પાણી રોકવું પણ એક પ્રકારનું હથિયાર છે: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી
હાલના સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિને લઈને તણાવ વધી રહ્યો છે. પહેલગામ હુમલા બાદ ભારતના વલણમાં કડકાઈ આવી છે અને પાકિસ્તાને લશ્કરી પગલાં લેવા ધમકી આપી છે.
- Advertisement -
હાલમાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક ટીવી ઇન્ટરવ્યુમાં ભારતને ચેતવણી આપી છે કે જો ભારત સિંધુ નદી પર કોઈપણ પ્રકારનું માળખું બનાવશે અને સિંધુ જળ સંધિ (IWT) નું ઉલ્લંઘન કરશે, તો પાકિસ્તાન લશ્કરી કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે હુમલો ફક્ત ગોળીઓથી જ થતો નથી, પરંતુ પાણી રોકવું પણ એક પ્રકારનું હથિયાર છે.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાન પર સીધા આરોપ મૂક્યા હતા અને તેમનાં વિરુદ્ધ કડક પગલાં લીધા હતા. ભારતે પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ કર્યા હતા અને વાઘા-અટારી સરહદ પણ બંધ કરી દીધી હતી. સાથે જ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનું અથવા રદ કરવાની શક્યતા પણ દર્શાવી છે.
સિંધુ જળ સંધિ (IWT) 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી થઈ હતી. આ સંધિ અનુસાર, ભારતને પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજ પર નિયંત્રણ મળ્યું છે, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર અધિકાર આપવામાં આવ્યો છે. જોકે, ભારતને પશ્ચિમી નદીઓ પર મર્યાદિત હદ સુધી વીજ ઉત્પાદન પ્રોજેક્ટો અને માળખાં બનાવવા માટે છૂટછાટ આપવામાં આવી છે.
- Advertisement -
પાકિસ્તાન આ સમ્રગ પરિસ્થિતિમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય સમર્થન ન હોવાનું કહે છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ભારતના આરોપોને આંતરરાષ્ટ્રીય સમુદાયે ગંભીરતાથી લીધા નથી અને મોદી સરકાર પાસે આરોપ સાબિત કરવાના પૂરાવા પણ નથી. આ સમગ્ર પરિસ્થિતિએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નવા તણાવ બની શકે છે. બંને દેશો માટે પાણી એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને આવી સંવેદનશીલ બાબત પર મૌલિક નિર્ણયો લેવાં એશિયા માટે શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે.