અમે ક્યાંય પણ કચાશ છોડી નથી: ગુજરાતની ટીમ જીતે પણ સાથે જ છે અને હારે પણ સાથે જ છે
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલનો ફાઈનલ મુકાબલો હાર્યા બાદ ચેન્નાઈના કેપ્ટન ધોનીના ભરપેટ વખાણ કર્યા હતા. હાર્દિકે પોતાના કરિયરની શરૂઆત ધોનીની આગેવાનીમાં શરૂ કરી હતી. દરમિયાન હાર્દિકે કહ્યું કે જો હારવું જ પડે તો તે ધોની વિરુદ્ધ જ હારવા માંગશે.
- Advertisement -
મેચ બાદ હાર્દિકે પહ્યું કે મને લાગી રહ્યું છે એક ટીમ તરીકે અમે બધું જ કર્યું છે. અમે પૂરા દિલથી રમ્યા અને મને મારી ટીમ ઉપર ગર્વ છે જેમણે આખી ટૂર્નામેન્ટ દરમિયાન લડત લડી છે. અમારો એક જ હેતુ છે કે અમે જીતીયે પણ સાથે છીએ અને હારીયે પણ સાથે જ છીએ. હું અહીં કોઈ પણ બહાનું બનાવવા નહીં માંગું.
ચેન્નાઈએ અમારા કરતાં સારું ક્રિકેટ રમ્યું છે. અમે ઘણી શાનદાર બેટિંગ કરી જેમાં ખાસ કરીને સાઈ સુદર્શને. આ સ્તરે આટલું શ્રેષ્ઠ રમવું સરળ નથી હોતું. અમે દરેક ખેલાડીઓને અજમાવીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે તેનો યોગ્ય ઉપયોગ કરી શકીએ પરંતુ તેની સફળતા એ તેની જ સફળતા ગણાશે. જે રીતે મોહમ્મદ શમી, મોહિત શર્મા, રાશિદ ખાને બોલિંગ કરી તેના વખાણ કરવા જ પડે…
ધોનીને લઈને હાર્દિકે કહ્યું કે, હું તેમના માટે બહુ જ ખુશ છું. તેમના માટે નિયતિએ જીત જ લખી હતી. જો મારે હારવું જ હોય તો હું તેમના વિરુદ્ધ હારવાનું પસંદ કરીશ. સારી વસ્તુઓ સારા લોકો સાથે જ બને છે અને ધોની શ્રેષ્ઠ લોકોમાં સામેલ છે. ભગવાન ઘણા દયાળું છે, મારા ઉપર પણ ભગવાનની કૃપા છે પરંતુ આજની રાત તેમની હતી.
- Advertisement -



