વિનોદ કાપડીએ જાહેરાત કરી કે ગુજરાતના દંગા પર આધારિત ‘ગુજરાત ફાઈલ્સ’ ફિલ્મ બનાવશે અને તેમાં મોદીની ભૂમિકાની સત્યતાનો વિસ્તારથી ઉલ્લેખ થશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધી કશ્મીર ફાઇલ્સ’ આજકાલ ચર્ચાનો વિષય બની છે અથવા તો બનાવવામાં આવી છે,લોકોને આ ફિલ્મ પસંદ આવી હોવાના અહેવાલો છે તો કેટલાક ફિલ્મનો જોરદાર વિરોધ કરીને દુ:ખ પણ પ્રગટ કરે છે. ગઇકાલે જ વડાપ્રધાન મોદીએ પણ આ ફિલ્મને લઇને રિએકશન આપ્યું હતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સત્યથી લોકોએ ભાગવું ન જોઇએ.
વડાપ્રધાને આપેલા નિવેદન પર હવે બોલિવુડના ડાયરેક્ટર વિનોદ કાપડીએ મોદી સામે પલટવાર કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તે હવે ગુજરાતના દંગા પર ‘ગુજરાત ફાઈલ્સ’ નામની ફિલ્મ બનાવનાર છે, આ સાથે જ કાપડીએ વડાપ્રધાનને અણિયારા સવાલ પણ કર્યા છે.
વિનોદ કાપડીએ પોતાના ટવીટમાં પીએમ મોદીને ટેગ કરી લખ્યું છે – ‘ગુજરાત ફાઈલ’ના નામથી તથ્યોના આધારે આર્ટના આધારે ફિલ્મ બનાવવા તૈયાર છું અને તેમાં આપની ભૂમિકાનો પણ વિસ્તારથી ઉલ્લેખ થશે. કાપડીએ કટાક્ષ કર્યો છે – શું આપ આજે દેશના સામે મને ભરોસો આપશો કે ફિલ્મની રિલીઝ નહીં રોકો નરેન્દ્ર મોદીજી.