ગાંધીનગરના નભોઈ ગામે કિસાન મોરચા દ્વારા આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા, તેમણે કહ્યું કે, આઝાદ ભારતમાં ખેડૂતો માટે કોઈએ કામ કર્યુ હોય તો તે PM મોદી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અને મતદારોને આકર્ષવા અલગ-અલગ પક્ષો દ્વારા અલગ અલગ જાહેરાતો કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણી નજીક આવતાની સાથે જ દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે હવે આ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડા ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
- Advertisement -
‘નમો કિસાન પંચાયત કાર્યક્રમ’માં ઈ-બાઈક્સને આપી લીલીઝંડી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નમો કિસાન પંચાયત બાદ હવે મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શૉ અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના નભોઈ ગામે યોજાયેલા નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં તેમણે ઈ-બાઈક્સને લીલીઝંડી આપી. તેમણે કહ્યું કે, 182 વિધાનસભામાં ઈ-બાઈક લઈ જવાનું આયોજન કર્યુ છે. કાર્યકર્તાઓ ઈ સ્કૂટી લઈને ગામડાના લોકો વચ્ચે જશે.
અનેક નેતાઓએ ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કર્યોઃ જે.પી નડ્ડા
- Advertisement -
જે.પી નડ્ડાએ કહ્યું કે, મારુ સૌભાગ્ય છે કે ખેડૂત પંચાયતનો પ્રારંભ કરવાની તક મળી. તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મેં રાજનીતિને ખૂબ નજીકથી જોઈ છે, કેટલાક લોકો ખેડૂતોના નામે રાજકારણ કરી રહ્યાં છે. દેશમાં અનેક નેતાઓએ ખેડૂત નેતા બનવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ નેતાઓએ ખેડૂતો માટે કશું કર્યું જ નથી.
There are a few people who've always done politics in the name of farmers. But BJP has worked to alleviate the pain of farmers by understanding them.I can confidently say that it's just BJP leaders who can go among public&say we've worked for you: BJP chief in Gandhinagar,Gujarat pic.twitter.com/9GAUjDFDyS
— ANI (@ANI) September 20, 2022
PM મોદીએ ખેડૂતોને આર્થિક રીતે બનાવ્યા મજબૂત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, આઝાદ ભારતમાં ખેડૂતો માટે કોઈએ કામ કર્યું હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પીએમ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કામ કર્યા છે. તેમણે ખેડૂતો માટે કિસાન સમ્માન નિધી યોજના શરૂ કરી છે. આજ સુધીમાં 1.36 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાઓમાં પહોંચ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત સરકારના કર્યા વખાણ
તેમણે ગુજરાત સરકારના વખાણ કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારના વખાણ કર્યા વિના પણ હું નહીં રહીં શકુ, 32 હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં સરકારે મદદ કરી છે. ગાંધીનગર કલોલમાં નેનો યુરિયાની ફેક્ટરી લાગી રહી છે. હવે યુરિયા બોરીમાં નહીં બોટલમાં લઈ જઈ શકશો. માત્ર ભાજપના નેતાઓ જ લોકો વચ્ચે જઈને કહીં શકે છે કે અમે આ કામો કર્યા છે.
મેયર સમિટમાં હાજરી આપશે જે.પી નડ્ડા
નમો ખેડૂત પંચાયત બાદ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મેયર સમિટમાં હાજરી આપશે. જે.પી.નડ્ડાના પ્રવાસને લઇ પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકોટમાં ભાજપના જનપ્રતિનિધિઓનું સંમેલન યોજાશે જેને તેઓ સંબોધન પણ કરશે. સાંજે 4.30 વાગે મોરબીમાં જે.પી.નડ્ડાનો ભવ્ય રોડ-શો યોજાશે. આ ઉપરાંત જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં 21 સપ્ટેમ્બરે કમલમમાં બેઠક મળશે. 21 સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રોફેસર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોફેસર સમિટમાં પણ જે.પી.નડ્ડા કરશે સંબોધન કરશે.