જબલપુર – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો હતો
ચારેય આરોપી જૂનાગઢના નિવૃત રેલવે કર્મચારી જોરાવરસિંહ જાડેજા, રાજકોટના મુકેશ ડાભી, સ્મિતરાજસિંહ જાડેજા, ભાવેશગીરી ગોસ્વામી પાસેથી પાંચ, છ અને દસ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા.
રાજકોટમાં રામાપીર ચોકડી પાસે ભારતીનગર – 2 માં રહેતા અને વેરાવળ રેલ્વે ડીઝલ શેડમાં ઈલેકટ્રીક મીકેનીક તરીકે ફરજ બજાવતા અનિલભાઈ મનજીભાઈ મકવાણા (ઉ.વ.52)એ ગત તા.12ના રોજ બપોરે રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોમ નં.3 ઉપર જબલપુર – સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે રેલવે પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. જરૂરી કાગળ કાર્યવાહી બાદ પ્રદ્યુમનનગર પોલીસને તપાસ સોંપતા પ્રથમ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારજનોના નિવેદન લેવાયા હતા. શરૂઆતમાં આર્થિક ભીંસથી પગલું ભર્યાનું કહેવાય રહ્યું હતું જોકે, તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીંદગી ટુંકાવી લીધાનું બહાર આવતા રેલ્વે પોલીસે ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે અને ત્રણ આરોપીને દબોચી લીધા છે.
ચારેય આરોપી જૂનાગઢના નિવૃત રેલવે કર્મચારી જોરાવરસિંહ જાડેજા, રાજકોટના મુકેશ સોંડાજી ડાભી, સ્મિતરાજસિંહ જાડેજા, ભાવેશગીરી ગોસ્વામી પાસેથી પાંચ, છ અને દસ ટકા વ્યાજે રૂપિયા લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિવૃત રેલવે કર્મચારી જોરાવરસિંહ ગોરખજી જાડેજા, પાસેથી રૂ.2.50 લાખ પાંચ ટકાના વ્યાજે, ભાવેશગીરી નટવરગીરી ગોસ્વામી પાસેથી રૂ.60 હજાર દસ ટકાના વ્યાજે, સ્મિતરાજસિંહ હરેશસિંહ જાડેજા પાસેથી રૂ.18 હજાર દસ ટકા વ્યાજે અને મુકેશ સોંડાજી ડાભી પાસેથી રૂ.3.50 લાખ છ ટકાના વ્યાજે લીધા હતા.