-IDFCના શેરધારકોને પ્રત્યેક 100 શેર સામે IDFC બેન્કના 155 શેર મળશે
આઈડીએફસી ફર્સ્ટ બેન્કે કહ્યું છે કે તેની પેરેન્ટ આઈડીએફસી લિમિટેડનું તેની સાથે મર્જર થઈ જશે. આમ એચડીએફસી ટ્વિન્સના મર્જર પછી બેન્કિંગ સેક્ટરમાં આ બીજું મર્જર આકાર લેશે. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને આઈડીએફસી લિમિટેડના બોર્ડે આ રિવર્સ મર્જરને મંજૂરી આપી દીધી છે. બેન્કે મર્જ્ડ એન્ટિટીનાં વેલ્યૂએશન અંગે કોઈ વિગત આપી ન હતી પરંતુ સોમવારના તેમના બંધ ભાવ મુજબ વેલ્યૂએશન 571,767 કરોડનું થાય છે. રિવર્સ મર્જર સ્કીમ અંતર્ગત આઈડીએફસીના શેરધારકોને 100 શેર સામે આઈડીએફસી બેન્કના 7 155 શેર મળશે. બન્ને સ્ટોક્સની ફેસ 9 વેલ્યૂ રૂ।.10ની છે.3 જુલાઈના રોજ આઈડીએફસીના શેરધારકોને 17 ટકા પ્રીમિયમ મળી રહ્યું છે.
- Advertisement -
આઈડીએફસી લિમિટેડનો સોમવારે 7 ટકા ઉછળી ગયો હતો. 30 જૂનના બંધ ભાવ મુજબ 24 ટકા પ્રીમિયમ દર્શાવે છે. રિસ્ક-રિવોર્ડ રેશિયો આઈડીએફસી લિમિટેડની તરફેણમાં છે તે જોતા તેનો શેર મંગળવારે 4 જુલાઈએ 1.92 ટકા વધીને રૂ।.111.20 પર બંધ રહ્યો ઈન્ટ્રા ડે તે 6 ટકા ઉછળીને રૂ।.115.70ની બાવન સપ્તાહની ટોચ પર ગયો હતો. બીજી તરફ આઈડીએફસી ફર્સ્ટ બેન્કનો શેર 4.02 ટકા ઘટીને રૂ।8.65 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે તે 5.90 ટકા ઘટીને રૂ।.77.10 સુધી નીચે ગયો હતો.
મૂળભૂત રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખાનગી કંપનીઓને ધિરાણ કરતી કંપની તરીકે આઈડીએફસીની સ્થાપના થઈ હતી. આઈસીઆઈસીઆઈ અને આઈડીબીઆઈની જેમ તેણે પણ 2015માં બેન્કિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને આઈડીએફસી બેન્કની સ્થાપના કરી. પરંતુ તેને જોઈએ તેવી સફળતા ન મળી આથી હવે રિવર્સ મર્જર થશે. હાલમાં આઈડીએફસી લિમિટેડ તેની નોન-ફાઈનાન્શિયલ હોલ્ડિંગ કંપની મારફતે આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં 39.93 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછી બેન્કના શે2ની બુક વેલ્યૂ 4.9 ટકા વધશે.
આઈડીએફસીના ચેરમેન અનિલ સિંઘવીએ કહ્યું હતું કે આ મર્જ2 આઈડીએફસીના કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગનો અંતિમ તબક્કો છે અને આ મર્જરથી રચાનારી નવી એન્ટિટી ગ્રાહકોને સારી એવી ફાઈનાન્શિયલ સર્વિસીઝ પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈથી એચડીએફસી બેન્ક અને એચડીએફસી લિમિટેડનું મર્જર અમલી બન્યું છે જે દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં સૌથી મોટુ મર્જર છે. તેના એક સપ્તાહમાં જ હવે આઈડીએફસી- આઈડીએફસી ફર્સ્ટ બેન્કના મર્જરની જાહેરાત થઈ છે.
- Advertisement -