ભારત માટે મુખ્ય ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ આયાત પર ભારે ટેરિફની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીને પગલે બુધવારે ભારતીય શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. BSE સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી50 35 પોઈન્ટ ઘટ્યો. ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ્સ પર 200% ટેરિફ, કોપર અને સેમિકન્ડક્ટર્સ પર ડ્યુટી સાથે, વેપાર તણાવમાં વધારો થયો છે. યુ.એસ.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલો ‘રેસીપ્રોકલ ટેરિફ’ આજથી લાગુ થવાનો છે, ગઈ કાલે તેમણે સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે વૈશ્વિક બજારમાં તણાવનો માહોલ છે. એવામાં નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે બુધવારે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બંને ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી રેડ સિગ્નલમાં ખુલ્યા હતાં.
- Advertisement -
બુધવારે સવારે 9 વાગીને 21 મીનીટે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE) નો ઇન્ડેક્સ સેન્સેક્સ 109.6 પોઈન્ટના ઘટાડા સાથે 83602.91 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી 22.75 પોઈન્ટના ઘટાડા સાથે 25,499.75 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટીમાં HCL ટેક્નોલોજીસ, ICICI બેંક, ટાટા સ્ટીલ, HDFC લાઇફ અને L&T ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, જ્યારે HUL, એશિયન પેઇન્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા, મારુતિ સુઝુકીના શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો.
શરૂઆતના કારોબારમાં BSE મિડકેપ ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાયો. ફાર્મા, FMCG, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી, જ્યારે બેંકો, IT, મેટલ્સ અને રિયલ્ટીમાં વેચાણ જોવા મળ્યું હતું.
એશિયન બજારોનો મૂડ કેવો રહ્યો?
ગઈ કાલે વોલ સ્ટ્રીટમાં કડાકા બાદ એશિયાના બજારોમાં આજે મિશ્ર વલણમાં મળ્યું છે. S&P 500 0.1 ટકા ઘટ્યો હતો, અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.4 ટકા ઘટ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટમાં 0.1 ટકાથી ઓછો વધારો નોંધાયો હતો. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 28.41 પોઈન્ટ વધીને રૂ. 39,718.26 પર ટ્રેડ થઇ રહ્યો હતો અને હોંગકોંગનો હેંગ સેંગ 202 પોઈન્ટ ઘટીને રૂ. 39,718.26 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 15.69 પોઈન્ટના વધારા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ થયો, તો શાંઘાઈનો SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ 10.21 પોઈન્ટથી વધુ વધ્યો હતો.