ઉદ્યોગપતિ મહિલા હલ્લા ટોમસડોટીર 1 ઓગસ્ટથી પદ સંભાળશે
આઈસલેન્ડને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. હલ્લા ટોમસડોટીર આઈસલેન્ડના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ 1 ઓગસ્ટથી ચાર્જ સંભાળશે. ટોમસડોટીરનું નામ આઈસલેન્ડના જાણીતા મહિલા બિઝનેશમેનમાં સામેલ છે. વિગ્ડિસ ફિનબોગાડોટિર પછી તે આઈસલેન્ડના ચૂંટાયેલા બીજા મહિલા પ્રમુખ છે. નોંધનીય છે કે વિગ્ડિસ ફિનબોગાડોટિર વર્ષ 1980માં આઈસલેન્ડના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
- Advertisement -
હલ્લા ટોમસડોટીર કુલ મતના 34.3 ટકા જીત્યા હતા. આઈસલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન કેટરીન જેકોબ્સડોટીર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટોમસડોટીર સામે મજબૂત ઉમેદવાર હતા. જો કે, જેકોબ્સડોટીરને માત્ર 25.2 ટકા મત મળ્યા હતા. કેટરીન જેકોબ્સડોટીરે નવનિયુકત પ્રમુખ હલ્લા ટોમસડોટીરને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તે એક સારા પ્રમુખ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, આઈસલેન્ડના વિદાય લેતા રાષ્ટ્રપતિ ગુડની જોહાન્સન 1 ઓગસ્ટ સુધી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે. આ સમય દરમિયાન નવા ચૂંટાયેલા પ્રમુખ પદ સંભાળશે. દરમિયાન જોહાન્સને 1 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ બે કાર્યકાળ પૂર્વ કર્યા બાદ ફરીથી ચૂંટણી નહીં લડે.
- Advertisement -