ICCએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે જેમાં ઈંગ્લેન્ડના ચાર ખેલાડીઓને અને ભારત-પાકિસ્તાનના 2-2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. જોસ બટલરની આગેવાની હેઠળની અંગ્રેજી ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડના T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે ICCએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ચાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે અને ભારત-પાકિસ્તાનના 2-2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જો કે અહિયાં મોટી વાત એ છે કે આ ટીમમાં ઝિમ્બાબ્વેના એક ખેલાડીની પણ પસંદગી કરવામાં આવી છે.
- Advertisement -
આ સિવાય ICCએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના એક-એક ખેલાડીને પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ ટીમના 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ ICCની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં કયા કયા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે?
View this post on Instagram- Advertisement -
ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડના 4 ખેલાડીઓ
ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને ICCની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવામાં આવ્યો છે જણાવી દઈએ કે બટલરે ટૂર્નામેન્ટમાં 225 રન બનાવ્યા હતા. આ સિવાય એલેક્સ હેલ્સને પણ આ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે જેને ટૂર્નામેન્ટમાં 212 રન બનાવ્યા હતા. ICCની સર્વશ્રેષ્ઠ ટીમમાં ઈંગ્લેન્ડના 2 બોલરોની પણ પસંદગી કરવામાં આવી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં સિલેકટ કરવામાં આવેલ સેમ કરને 6 મેચમાં 13 વિકેટ લીધી હતી અને તેની સાથે જ માર્ક વુડ પણ આ ટીમમાં છે જેને 4 મેચમાં 9 વિકેટ લીધી હતી.
વિરાટ-સૂર્યકુમારે પણ મળ્યું સ્થાન
ICCની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 296 રન બનાવ્યા હતા અને સૂર્યકુમાર યાદવે 239 રન બનાવ્યા હતા. કોહલીએ આ સિઝનમાં 6 મેચ રમી હતી અને એ મેચમાં તેને 98.66ની શાનદાર એવરેજથી કુલ 296 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે આ દરમિયાન કિંગ કોહલીએ 4 અર્ધસદી પણ ફટકારી હતી. આ લિસ્ટમાં બીજા નંબરના સુર્ય કુમાર યાદવ છે. સુર્ય એ પણ આ વર્લ્ડ કપમાં 6 મેચ રમી 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા હતા અને આ દરમિયાન સૂર્યાએ કુલ 3 અડધી સદી ફટકારી હતી.
Four 🏴 players and two each from 🇵🇰 and 🇮🇳
The @upstox Most Valuable Team of the Tournament ⬇️#T20WorldCup https://t.co/wdGDTWMiUA
— ICC (@ICC) November 14, 2022
પાકિસ્તાન તરફથી શાદાબ અને શાહીન
જો કે ICCની આ યાદીમાં પાકિસ્તાની ખેલાડી શાદાબ ખાન અને શાહીન શાહ આફ્રિદીને ICCની બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યા હતા. શાદાબે આ સિઝનમાં પોતાના ઓલરાઉન્ડરનું પ્રદર્શન કર્યું છે શાદાબે 7 મેચમાં 11 વિકેટ લીધી હતી અને બીજી તરફ શાહીન શાહ આફ્રિદીએ પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે.
જણાવી દઈએ કે ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાને પણ T20 વર્લ્ડ કપ 2022ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ વર્લ્ડ કપમાં સિકંદર રઝાએ 219 રન બનાવવા ઉપરાંત 10 વિકેટ પણ લીધી છે આ સાથે જ ન્યૂઝીલેન્ડ તરફથી 201 રન બનાવનાર ગ્લેન ફિલિપ્સને પણ આ ટીમમાં જગ્યા મળી છે.
ICCની શ્રેષ્ઠ T20 વર્લ્ડ કપ ટીમ: જોસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, વિરાટ કોહલી , સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકંદર રઝા, શાદાબ ખાન, સેમ કુરાન, એનરિક નોરખિયા, માર્ક વુડ, શાહીન શાહ આફ્રિદી.