આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા
આપઘાતના રટણથી ACBના અધિકારીઓ ચોંકી ઉઠ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ TRPગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ છે. એમ.ડી.સાગઠિયા ACBને કહે આપઘાત કરી લઈશ. તેમાં સાગઠિયાના આપઘાતના રટણથી ACBચોંકી ઉઠી છે. તેમજ ACB સાગઠિયાને એ ડિવિઝનના લોકઅપમાં રાખે છે. સાગઠિયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા છે. જેમાં જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલશે કે કેમ ? સાગઠિયા ઉપર રાજકીય નેતાઓ અને બાહુબલીનું પ્રેશર છે. તેમજ સાગઠિયા દબાણ હેઠળ હોવાનો અંદાજ આવી ગયો છે. પૂર્વ SIT સાગઠિયાની બેનામી સંપત્તિ મામલે ACBના કબ્જામાં રહેલ સાગઠિયાનું આપઘાતનું રટણ કર્યું છે. એમ.ડી.સાગઠિયા અઈઇને કહે છે હું આપઘાત કરી લઈશ. તેથી સાગઠિયાના સતત રટણથી અઈઇ ચોંકી ઉઠી છે. ACB દરરોજ સાગઠિયાને રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખે છે. ACBની કસ્ટડીમાં રહેલા સાગઠીયાની રાત ACB ઓફિસ બાજુમાં આવેલ પોલીસ મથકમાં વીતી છે.
સાગઠીયાની આકરી પૂછપરછમાં અનેક રહસ્યો ખુલ્યા પણ જાહેર કરવામાં ACB મીડિયા સામે કંઈ બોલવા તૈયાર નથી. આવકથી વધુ સંપત્તિના કેસમાં ACBએ રાજકોટ મહાપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે.સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.
- Advertisement -
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.
સોનાંની ખરીદી શોખ માટે કરી હતી ! : મનસુખ સાગઠિગા
સોનું અને બીસ્કીટનું રોકાણ કર્યાની કબૂલાત આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં આજે બીજા દિવસે પણ મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. આ SIT મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિકલતોને કાયદા અનુસાર ટાંચમાં લેશે. દરમિયાન સાગઠિયાએ જણાવ્યું હતું કે, પોતે અને પત્ની બંને સોનાના દાગીનાનો જબરો શોખ હોવાનું અને રોકાણ કરવાના હેતુથી ખરીદી કર્યાનું કહ્યું હતું. આવકથી વધુ સંપત્તિના કેસમાં SITએ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા કોર્ટમાં રજૂ કર્યા હતાં, જ્યાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આવકથી વધુ સંપત્તિના કેસમાં મનસુખ સાગઠિયાના રિમાન્ડ માટે સરકારી વકીલે દલીલ કરી હતી કે સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ ભેગી કરી શકે નહીં.
સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજી બાકી છે, જે તેની હાજરીમાં કરવી જરૂરી છે.
સાગઠિયાઅને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે.ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.