ટ્રમ્પે હવે તો હદ વટાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં તણાવ ઘટાડીને પરમાણુ યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો છે. બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે કેબિનેટની બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી.તેમણે બંને દેશો વચ્ચેના વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વેપાર સમજુતી મોકૂફ રાખવાની પણ વાત કરી. ટ્રમ્પ દાવો કર્યો હતો કે બંને દેશો તેમની વાતચીતના માત્ર પાંચ કલાક પછી પાછા હટી ગયા હતા. જોકે, ભારતે હંમેશા ટ્રમ્પના વાતચીત અને મધ્યસ્થી કરવાના દાવાઓને નકારી કાઢ્યા છે.આ પછી, અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો. જે આજથી અમલમાં આવ્યો છે. અગાઉ ટ્રમ્પે જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, હવે ભારત પર કુલ ટેરિફ 50% થઈ ગયો છે.
ટ્રમ્પે કહ્યું, ’મેં મોદી સાથે વાત કરી, જે એક અદ્ભુત વ્યક્તિ છે. મેં પૂછ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ચાલી રહ્યું છે. બંને વચ્ચે ઘણી નફરત હતી. આ વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.’તેમણે કહ્યું, ’આ મામલો ઉકેલાઈ ગયો છે. હવે કદાચ તે ફરી શરૂ થશે, મને ખબર નથી. પણ જો તે થશે, તો હું તેને ફરીથી બંધ કરીશ. અમે આવી બાબતો ફરી થવા દઈશું નહીં.’ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે આ તણાવમાં અનેક જેટ તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ’આ સારું નથી. 150 મિલિયનના વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા, કદાચ સાત કે તેથી વધુ, સાચી સંખ્યા ક્યારેય જાહેર કરવામાં આવી નથી.’ જોકે, તેમણે આ માટે કોઈ પુરાવા કે સત્તાવાર સ્ત્રોત જણાવ્યા નથી.રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સરખામણી કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન વિવાદ પણ વૈશ્વિક સંકટમાં ફેરવાઈ શકે છે. તેમણે કહ્યું, ’જેમ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વિશ્વને વિશ્વ યુદ્ધમાં ખેંચી શકે છે, તેવી જ રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકતો હતો.’
ભારત પર આજથી 50% યુએસ ટેરિફ લાગુ 5.4 લાખ કરોડની નિકાસ પર અસર, ઞજમાં ભારતીય ઝવેરાત-કપડાંની માગ 70% ઘટી શકે
આજથી એટલે કે 27 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અહેવાલ મુજબ, આ નવો ટેરિફ ભારતની લગભગ ₹5.4 લાખ કરોડની નિકાસને અસર કરી શકે છે. 50% ટેરિફને કારણે, અમેરિકામાં વેચાતા કપડાં, રત્નો-ઝવેરાત, ફર્નિચર, સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનો મોંઘા થશે. આનાથી તેમની માગ 70% ઘટી શકે છે. ચીન, વિયેતનામ અને મેક્સિકો જેવા ઓછા ટેરિફ ધરાવતા દેશો આ માલ સસ્તા ભાવે વેચશે. આનાથી ભારતીય કંપનીઓનો યુએસ બજાર હિસ્સો ઘટશે.
- Advertisement -