જાડેજાને નામની કેપ્ટનશીપ પસંદ નહોતી
ધોની વિકેટની પાછળથી તમામ નિર્ણયો લઈ રહ્યો હતો. હારનું ઠીકરું મારા માથા પર ફોડવામાં આવતું હતું અને જીત માટેની પાઘડી માહીના માથા પર બાંધવામાં આવી રહી હતી – જાડેજાએ હૈયા વરાળ ઠાલવી
- Advertisement -
રવિન્દ્ર જાડેજાને જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે તે માત્ર ટોસ કરવા મેદાનમાં જઈ રહ્યો હતો. આ સિવાય તેના હાથમાં કશું જ નહોતું. એવું ઘણી વખત ઓછું થતું કે કોઈ કેપ્ટને બાઉન્ડ્રી લાઇન પર સતત ફિલ્ડિંગ કરે. સંકેત સ્પષ્ટ હતો કે મહેન્દ્ર સિંહ ધોની વિકેટની પાછળથી તમામ નિર્ણયો લઈ રહ્યો હતો. હારનું ઠીકરું જડ્ડુના માથા પર ફોડવામાં આવી રહ્યું હતું અને જીત માટેની પાઘડી માહીના માથા પર બાંધવામાં આવી રહી હતી. આ માનસિક દબાણની અસર જાડેજાના ફિલ્ડિંગ પર પણ પડી અને તેણે કેટલાક કેચ છોડ્યા. હવે જાડેજાની કામગીરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પુષ્પાનો ડાયલોગ મેં ઝુકેગા નહીં…ને રીક્રિએટ કરનાર જાડેજા ક્યાં સુધી અપમાનના ઘુંટડા પીવે. આખરે તેણે કેપ્ટન પદ છોડવું વધુ સારું માન્યું. કેપ્ટનપદ છોડ્યા બાદ તેને કદાચ એક ખેલાડી તરીકે ટીમમાં જોડાવું ગમ્યું ન હતું. આ જ કારણ હતું કે પ્રારંભિક રાઉન્ડમાં સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યું ન હતું. રવિન્દ્ર જાડેજા બાદમાં રહસ્યમય ઈજાના કારણે સિઝનમાંથી બહાર થઈ ગયો હતો.