બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને હવે તેઓ ખુદને આ કેસમાં નિર્દોષ જણાવતા કોર્ટ તરફ વળ્યા છે .
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને વર્ષ 2021માં પોર્નોગ્રાફી કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, લગભગ 2 મહિના જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. હવે આ કેસમાં તેમણે ફરી એકવાર અદાલતનો દરવાજો ખખડાવ્યો છે. રાજ કુન્દ્રા આ કેસથી છુટકારો મેળવવા માંગે છે, જેણે કારણે તેમણે કોર્ટનો રસ્તો પકડ્યો છે. હાલમાં જ રાજે કોર્ટમાં એક ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમણે ખુદને નિર્દોષ જણાવ્યા હતા.
- Advertisement -
ગયા વર્ષે થઈ હતી ધરપકડ
ગયા વર્ષે જુલાઇમાં રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ બાદ તેમને અરેસ્ટ કરીને જેલ મોકલાયા હતાઆ. જણાવી ડીએ કે અદાલતમાં અત્યાર સુધી એ સાબિત નથી થઈ શક્યું કે તેઓ આ આખા મામલામાં દોશી છે કે નહીં. આ જ આધાર પર તેમણે સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
આ ફરિયાદમાં રાજ કુન્દ્રા તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પોર્નોગ્રાફી કેસ સાથે તેમનો કોઈપણ સંબંધ નથી. દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે અત્યાર સુધી કેસમાં કોઈ પ્રૂફ મળ્યા નથી. રાજે શરૂઆતથી જ આ મામલામાં ખુદને નિર્દોષ જણાવ્યા છે.
- Advertisement -
ફરી કોર્ટનાં રસ્તે વળ્યા રાજ કુન્દ્રા
સપ્ટેમ્બર 2021માં જેલથી બહાર આવ્યા બાદ તેમણે કહ્યું હતું કે વગર કારણે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ આ પ્રકારે કોઈપણ વસ્તુમાં સામેલ નથી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ન તો પોર્ન ફિલ્મો બનાવે છે કે ન તેઓ તેનું વિતરણ કરે છે.