દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસ પર છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકાર છે, તેને બહુ જ ઘમંડ આવી ગયો છે. અમે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છીએ. આ સાથે જ કેજરીવાલે સિસોદિયાને દુનિયાના સૌથી સારા શિક્ષા મંત્રી ગણાવ્યાં હતાં.
જ્યારે મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં નિઃશુલ્ક શિક્ષણ નિશ્ચિત છે. દિલ્હીમાં જન્મ લેનાર દરેક બાળક માટે શિક્ષણ ઉપલબ્ધ છે. આ રીતે પંજાબમાં કામ શરૂ થઈ ગયું છે. પંજાબ સરકારે 5 મહિનામાં ખુબ જ ઝડપી ગતિએ કામ કર્યુ છે. બહુ જ ટૂંક સમયમાં ત્યાં સારા પ્રમાણમાં શાળાઓ દેખાશે. આ જ રીતે ગુજરાતમાં અમારી સરકાર બનતા જ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું. તેમજ ખાનગી શાળામાં ફી પર નિયંત્રણ લાવીશું.
- Advertisement -
આ પહેલા અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતાં સીએમ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણનો હક છે. જો અમારી સરકાર બનશે તો અહીંના લોકોને ખુબ જ રાહત મળશે. મનીષ સિસોદિયાએ સીબીઆઈ અને ઈડી મામલે કહ્યું કે કામથી રોકવા માટે ષડ્યંત્ર ઘડવામાં આવી રહ્યું છે.
गुजरात की जनता अब समझ चुकी है कि अच्छे स्कूल-अस्पताल बनाना सिर्फ़ AAP को ही आता है। स्वास्थ्य के क्षेत्र में गुजरात की जनता को हमारी गारंटी। https://t.co/qUYUae4yJ9
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 22, 2022
- Advertisement -
12 લાખ યુવાઓને આપી રોજગારી
મીડિયા સાથે વાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં હેલ્થ, શિક્ષણ અને મહિલાઓ માટે સારું કામ થઈ રહ્યું છે. મહિલાઓ માટે દિલ્હીમાં ટ્રાન્સપોર્ટ ફ્રી કરવામાં આવ્યું, પાણી અને વીજળી પણ ફ્રી કરી છે. 12 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. એવામાં જો અમારી સરકાર ગુજરાતમાં બનશે તો અહીં પણ લોકોને રાહત આપીશું. કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયા દુનિયાના સૌથી સૌથી શ્રેષ્ઠ શિક્ષા પ્રધાન છે.
ગુજરાતમાં સત્તા પર આવીશું તો નશાબંધી પૉલિસી ચાલુ રાખીશું
એટલું જ નહીં, પરંતુ દિલ્હી અને ગુજરાતમાં ચાલી રહેલા દારૂના વિવાદના મુદ્દે કેજરીવાલે કહ્યું હતું કે અમારી પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે તો ગુજરાતમાં નશાબંધી પૉલિસી ચાલુ રાખીશું. પણ ગેરકાનૂની ધંધો નહીં કરીએ. તેઓ ધંધો કરે છે. 10,000 કરોડ રૂપિયાનો દારૂનો ધંધો કરે છે. અમે પાર્ટીને ગેરકાનૂની શરાબ વેચીને નહીં ચલાવીએ. ગુજરાતની જેમ દિલ્હીમાં પણ નકલી દારૂ ના વેચાય એટલા માટે અમે જૂની નીતિ પર પાછા ફર્યા છીએ. વડા પ્રધાન મોદીને ઘરઆંગણે પરાજય આપવાના હેતુ સાથે એક મહિનામાં પાંચમી વખત ગુજરાત આવેલા કેજરીવાલને પૂછવામાં આવ્યું કે તમે વડા પ્રધાન પદની રેસમાં છો તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું આવા પદ માટે અહીં નથી. મારી ઇચ્છા દેશને નંબર વન બનાવવાની છે.
બદલાવ માટે 27 વર્ષ ન લાગવા જોઈએ
મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર શાળાઓ શાનદાર બની છે. આ દરમિયાન અમે પ્રાઈવેટ શાળાની ફી પર પણ નિયંત્રણ રાખ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતના બાળકોને હક છે તેમણે શાળામાં વધારે ફી ન ભરવી પડે. આના માટે 27 વર્ષની જરૂર નથી. દિલ્હી અને પંજાબના લોકોએ કેજરીવાલને તક આપી છે, એમ ગુજરાતના લોકો પણ અમને એક તક આપે.
વધુમાં સિસોદિયાએ જણાવ્યું કે મને બે ઑફર મળી છે, એક તો સીબીઆઈ અને ઈડીના મામલાને બંધ કરી દેશું અને બીજું આમ આદમી પાર્ટીથી અલગ થઈ જાઓ તો સીએમનું પદ આપીશું. સાથે સાથે તેમણે કહ્યું કે રાજનીતિમાં સીએમ બનવા માટે નહીં શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવા માટે હું આવ્યો છે. દેશના બાળકોને સારુ શિક્ષણ આપવા માટે હું આવ્યો છું.