ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે તૈયાર 400થી વધારે કેસને લિસ્ટિંગ ના કરવા મુદ્દે ઈઉંઈં યુ યુ લલિતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે આ ચિંતાનો વિષય છે, આ એક ગંભીર મુદ્દો છે. આ રીતે કેસની સુનાવણી માટે રજિસ્ટ્રી દ્વારા લિસ્ટિંગ ના કરવુ ન્યાય મળવા પર રોક લગાવવી છે. સીજેઆઈએ કહ્યુ કે તે તમામ મામલાને લિસ્ટિંગ ના કરવા પાછળનુ કારણ શુ રહ્યુ તે શોધીશુ અને આ માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશુ.
ચીફ જસ્ટિસે કહ્યું કે રજિસ્ટ્રીનો એક ભાગ આ બાબતોને પેન્ડિંગ રાખી રહ્યો છે. આ મામલાને પેન્ડિંગ રાખવા પાછળનુ કારણ પણ જાણી શકાયુ નથી. 31 ઓક્ટોબરથી તે તમામ કેસને સુનાવણી માટે લિસ્ટિંગ કરવામાં આવશે.
એક વકીલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમનો કેસ 22 વર્ષથી સુનાવણી માટે પેન્ડિંગ છે. જે બાદ ઈઉંઈંએ રજિસ્ટ્રી દ્વારા પેન્ડિંગ કેસોની સુનાવણી માટે તારીખ નક્કી કરતા કેસની સુનાવણી માટે લિસ્ટિંગ ન કરવા માટે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવાની વાત કરી.