રાજકોટ – રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત જિલ્લામાં બાળકોની સાથે મહિલાઓ-કિશોરીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે સંનિષ્ઠતાથી કામ કરી રહ્યું છે. જે અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણ સમયમાં રાજ્ય સરકાર સેટકોમના માધ્યમથી કિશોરીઓને ઘેર બેઠા પોતાના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જાણકારી આપવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવેના જણાવ્યાનુસાર, તા.૨૭/૦૭/૨૧ને મંગળવારના રોજ બપોરે ૦૨ થી ૦૩ કલાક દરમ્યાન “મને ગર્વ છે કે હું મોટી થઇ રહી છું – સ્વચ્છતા અને માસિક સમયનું વ્યવસ્થાપન” વિષય ઉપર ટીવીના માધ્યમથી વંદે ગુજરાત – ૧ ચેનલ ઉપર તથા મોબાઈલના માધ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત – ૧ ચેનલ તથા ફેસબુક WCD Gujarat પેઈજ પર તેમજ You Tube ઉપર WCD Gujarat ચેનલ ઉપર પ્રસારીત કરવામાં આવશે.