PM મોદી ઓસ્ટ્રેલિયામાં CEOsને મળ્યા
PM અલ્બનીઝ સાથે સંબંધોને વધુ મજબુત કરવા બાબતે વાતચીત થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં તેમણે ઘણી કંપનીઓના ઈઊઘત સાથે વાત કરી. આમાં ઓસ્ટ્રેલિયા સુપરના ઈઊઘ પૌલ શ્રોડર, ફોર્ટેસ્ક્યુ ફ્યુચરના સીઇઓ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ચેરમેન ડો. એન્ડ્રુ ફોરેસ્ટ અને હેનકોક પ્રોસ્પેક્ટીંગના એક્ઝિક્યુટિવ ચેરમેન જીના રીનહાર્ટનો સમાવેશ થાય છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓ આજે સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવી રહ્યા છે, જેને મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજરી આપશે.
ઓસ્ટ્રેલિયામાં મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલીને ’લિટલ ઈન્ડિયા’ રાખવામાં આવશે. આ પહેલાં સોમવારે એક ઓસ્ટ્રેલિયન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુધારવા માટે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોનો સમાવેશ થાય છે.
PMએ કહ્યું- ઓસ્ટ્રેલિયા સાથે સહયોગ વધારવા પર ચર્ચા થશે
PMએ કહ્યું- હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય, અને હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝ પણ આવા જ છે. મને ખાતરી છે કે જ્યારે અમે સિડનીમાં મળીશું, ત્યારે અમે ચર્ચા કરીશું કે અમે અમારા સંબંધોને કેવી રીતે ગલ સ્તર પર લઈ જઈ શકીએ, સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકીએ અને આપણે સહકાર કેવી રીતે વધારી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જનારા મોદી રાજીવ ગાંધી પછી બીજા વડાપ્રધાન છે.