અમેરિકાનાં પોડકાસ્ટર લેકસ ફ્રીડમેનને આપેલી લાંબી મુલાકાતમાં પીએમએે અનેક મુદાઓ પર છણાવટ કરી
મારા માટે જનસેવા એ જ પ્રભુસેવા, મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન છે :મોદી
- Advertisement -
બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો:મોદી
દેશના વડાપ્રધાન મોદીએ અમેરિકાનાં જાણીતા પોડકાસ્ટર લેકસ ફીડમેન સાથે લાંબી વાતચીત કરી હતી.આ પોડકાસ્ટમાં તેમણે જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ સહિત અનેક મુદ્દે છણાવટ કરી હતી.
આ મુલાકાતમાં મોદીએ ખાસ કરીને ગુજરાતના ગોધરાકાંડને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, તેમાં એક ખોટી વાર્તા ઘડી કાઢવાની કોશીશ થઈ કેન્દ્રમાં સતા પર બેઠેલા રાજનીતિ વિરોધીઓ ઈચ્છતા હતા કે મને સજા મળે પણ અદાલતે મને નિર્દોષ ઠેરવ્યો, જો 2002 પહેલાનાં આંકડાની સમીક્ષા કરીએ તો જાણવા મળશે ગુજરાતમાં સતત દંગા થયા હતા. પણ 2002 બાદ દંગા નથી થયા છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં શાંતિ છે. અમારો મંત્ર રહ્યો છે-સબ કા સાથ સબ કા વિકાસ
- Advertisement -
દૂનિયા કંઈપણ કરી લે ભારત વિના એઆઈ અધુરા:
ભારત એઆઈના ક્ષેત્રમાં નેતૃત્વ કેવી રીતે હાંસલ કરે તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતના સહયોગ વિના એઆઈ અધુરો રહેશે. કાયમી રીતે મગજ વિના એઆઈ કાયમી રીતે પ્રગતિ ન કરી શકે. મારૂ માનવુ છે કે એઆઈ વિકાસના એક સહયોગ છે.
ચીનની સાથે સંવાદ અને મિત્રતાને કેવો દ્રષ્ટિકોણથી જુઓ છો:
વડાપ્રધાને ઉપરોકત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું માનું છું કે ભારત અને ચીન વચ્ચે મતભેદ સ્વાભાવિક છે. પણ મજબુત સહયોગ બન્ને પડોશીઓના હિતમાં છે અને આ વૈશ્વિક સ્થિતિ માટે જરૂરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિનો રસ્તો:
ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા અને શાંતિનો કયો રસ્તો આપ જુઓ છો તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ સુધારવાનો મારો પહેલો પ્રયાસ સદભાવના સંકેત હતો. જયારે મેં નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ મોકલ્યુ હતું, આ કુટનીતિક પગલૂ હતુ. જે દાયકાઓમાં નહોતું જોવા મળ્યુ જેમણે વિદેશ નીતિ પ્રત્યે મારા દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ પણ તે સમયે અચંબિત થઈ ગયા હતા. મારૂ માનવુ છે કે પાકિસ્તાનનાં લોકો પણ શાંતિ ઈચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિમાં રહીને થાકી ગયા હશે.
શું ટ્રમ્પના કહેવા મુજબ આપ તેમની સાથે વધુ બહેતર મોલભાવ કરો છો:
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હું નથી જાણતો કે તેમના મોલભાવનો શું મતલબ હતો પણ તેઓ હંમેશા ભારતની સાથે સંબંધોને લઈને પ્રસંસા કરે છે.
આવડી મોટી લોકશાહીમાં ચૂંટણી જીતવા શું કરવુ પડે છે?
આ પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું હતું કે હુ ભારતના તટસ્થ અને સ્વતંત્ર ચૂંટણી પંચની પ્રસંસા કરૂ છું.
શું તમે કયારેય એકલતા અનુભવી છે?
આ પ્રશ્નના જવાબમાં પીએમે કહ્યું હતુંકે હું વન પ્લસ વનના સિધ્ધાંતમાં માનું છુ. એક મોદી છે અને બીજો ઈશ્વર હું કયારેય એકલો નથી હોતો કારણ કે ભગવાન હંમેશા મારી સાથે રહે છે. મારા માટે જનસેવા જ પ્રભુ સેવા છે મને ઈશ્વર અને 140 કરોડ ભારતીયોનું સમર્થન મળેલુ છે.
મેં જીવનનો પહેલો ઉપવાસ ગૌરક્ષા માટે કર્યો હતો
પોડકાસ્ટમાં મોદીએ પોતાના જીવન, શિક્ષણ, રાજકીય સફર, ઉપવાસ, વર્તમાન રાજકીય સ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર છણાવટ કરી હતી. લેક્સ ફ્રિડમેન સાથે પોડકાસ્ટમાં ઉપવાસ અંગે પણ વાત કરી હતી.
લેક્સ ફ્રિડમેન: “હું છેલ્લા 45 કલાકથી ઉપવાસ કરી રહ્યો છું, લગભગ બે દિવસ થઈ ગયા છે. હું ફક્ત પાણી પી રહ્યો છું. મેં આ તમારા અને અમારી વાતચીતના સન્માનમાં કર્યું છે જેથી અમે આધ્યાત્મિક રીતે વાત કરી શકીએ…”
પીએમ નરેન્દ્ર મોદી: “આ અદ્ભુત અને મારા માટે સન્માનની વાત છે. હું તમારા આ વિચારશીલ વર્તન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારતની ધાર્મિક માન્યતાઓ જીવન જીવવાની એક રીત છે…
આ આંતરિક તેમજ બાહ્ય સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક છે… ઉપવાસ તમારા વિચારોને તીક્ષ્ણ બનાવે છે અને તમારા વિચારોમાં નવીનતા લાવે છે… મેં મારો પહેલો ઉપવાસ ત્યારે કર્યો જ્યારે સમગ્ર રાષ્ટ્ર મહાત્મા ગાંધીની ઈચ્છા મુજબ ‘ગૌરક્ષા’ માટે એક દિવસ ઉપવાસ કરતો હતો…”
પીએમ નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં RSS સાથેના તેમના જોડાણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, ’હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં RSS જેવા પ્રતિષ્ઠિત સંગઠન પાસેથી જીવનનો સાર અને મૂલ્યો શીખ્યા. મને એક હેતુપૂર્ણ જીવન મળ્યું.’ બાળપણમાં મને હંમેશા RSS ની બેઠકોમાં હાજરી આપવાનું ગમતું. મારા મનમાં હંમેશા એક જ ધ્યેય રહેતો હતો, દેશની સેવા કરવી. સંઘે મને આ શીખવ્યું. આ વર્ષે RSS 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વિશ્વમાં RSS થી મોટી કોઈ સ્વૈચ્છિક સંસ્થા નથી.’ ’આરએસએસને સમજવું એ સરળ કાર્ય નથી. તેની કામગીરી સમજવી પડશે. તે તેના સભ્યોને જીવનમાં હેતુ આપે છે. તે શીખવે છે કે રાષ્ટ્ર જ બધું છે અને સમાજ સેવા એ ભગવાનની સેવા છે. આપણા વૈદિક સંતો અને સ્વામી વિવેકાનંદે જે શીખવ્યું છે, સંઘ પણ એ જ શીખવે છે. શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે RSS ના કેટલાક સભ્યોએ વિદ્યા ભારતી નામની સંસ્થા શરૂ કરી. તેઓ દેશભરમાં લગભગ 25 હજાર શાળાઓ ચલાવે છે.
આ શાળાઓમાં એક સમયે 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડાબેરીઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતી મજૂર ચળવળને ’વિશ્વના કામદારો, એક થાઓ! કહેવામાં આવતું હતું.’ જ્યારે RSS નું મજૂર સંગઠન ’કામદારો, દુનિયાને એક કરો! ના નારા લગાવે છે.’
નરેન્દ્ર મોદીએ કહ્યું કે બાળપણથી જ કંઈક ને કંઈક કરતા રહેવું એ મારો સ્વભાવ હતો. તેમણે કહ્યું, ’અમારા ઘરે એક વ્યક્તિ આવતો હતો જે ડફલી જેવી વસ્તુ લઈને આવતો હતો અને દેશભક્તિના ગીતો ગાતો હતો.’ તેનો અવાજ ખૂબ જ સારો હતો. તેમના કાર્યક્રમો અલગ અલગ સ્થળોએ યોજાયા હતા. હું પાગલની જેમ તેમની વાતો સાંભળવા જતો. હું આખી રાત દેશભક્તિના ગીતો સાંભળતો હતો. મને એમાં મજા આવતી હતી.