બે યુદ્ધ લડ્યાં, કારગિલમાં દુશ્મનોને હરાવ્યા, ‘ઊડતી શબપેટી’, ‘વિડો મેકર’ જેવા ઉપનામ મળ્યાં: હવે મિગ-21નું ગૂડબાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય વાયુસેનામાંથી મિગ-21 નિવૃત્ત થવા જઈ રહ્યું છે. 26 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં વિદાય સમારંભ યોજાશે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ અને મહિલા ફાઇટર પાઇલટ સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા મિગ-21 ઉડાવે તેવી અપેક્ષા છે.
24 સપ્ટેમ્બરના રોજ વિદાય સમારંભ માટે રિહર્સલ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિગ-21 ઉપરાંત સમારંભમાં જગુઆર અને સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (કઈઅ ખસ-1) પણ શામેલ થઈ શકે છે.
મિગ-21 જેટને સૌપ્રથમ 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. તે ભારતનું પહેલું સુપરસોનિક જેટ હતું, જેનો અર્થ એ થાય કે તે અવાજની ગતિ (332 મીટર પ્રતિ સેક્ધડ) કરતાં વધુ ઝડપથી ઉડી શકતું હતું.
- Advertisement -
મિગ-21 ફાઈટર જેટે 1965 અને 1971ના યુદ્ધો લડ્યા, કારગિલ યુદ્ધમાં દુશ્મનોને હરાવ્યા, પણ આજની ટેકનોલોજી મુજબ હવે જાણે તેની વિંગ્સ નબળી પડી ગઈ છે અને આવતીકાલે તે નિવૃત્ત થવા જઈ રહ્યું છે.
400થી વધુ ક્રેશ, 200 પાઇલટ્સ માર્યા ગયા…એક સમયે ‘ઉડતી શબપેટી’ અને ‘વિડો મેકર’ કહેવાતું
રક્ષા મંત્રાલયના ડેટા અનુસાર, 400થી વધુ મિગ-21 વિમાન ક્રેશ થયા છે, જેમાં 200થી વધુ પાઇલટ્સ માર્યા ગયા છે. આ જ કારણ છે કે આ ફાઇટર પ્લેનને ‘ઉડતી શબપેટી’ અને ‘વિડો મેકર’ તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
મિગ-21ની 62 વર્ષની સફર…
મિકોયન ગ્યુરેવિચ…આખું નામ. તમે મને મિગ-21ના નામથી ઓળખે છે. ચંદીગઢ મારું પારણું રહ્યું છે અને આ શહેર સાથે સંબંધ લગભગ 6 સદીઓ જૂનો છે. હવે હું અહીંથી જ વિદાય લઈ રહ્યો છું. સૌથી પહેલાં હું અહીં તો આવ્યો હતો, અહીં જ સ્ક્વાડ્રન બની, પાયલટોની ટ્રેનિંગ થઈ…જોકે, ત્યારે પરિસ્થિતિ યોગ્ય નહોતી. 1962માં ભારત-ચીન યુદ્ધ શરૂ થયું. પાકિસ્તાનને અમેરિકાથી ઋ-104 સ્ટારફાઇટર્સ મળ્યા હતા, જોખમ હતું. હિન્દુસ્તાનને સુપરસોનિક ફાઇટર્સની જરૂરિયાત હતી. આ અસંતુલનને જાળવવા માટે સોવિયત યૂનિયન (અત્યારનું રશિયા)એ 1963માં મારો પહેલો કાફલો મોકલ્યો. જાન્યુઆરી 1963માં હું ટુકડાઓમાં દરિયા મારફતે બોમ્બે પહોંચ્યો. ત્યાં સોવિયેત એન્જિનિયરોએ મને અસેમ્બલ કર્યો. એપ્રિલ 1963માં આગ્રાના રસ્તે મને ચંદીગઢ લાવવામાં આવ્યો. ત્યારના વિંગ કમાન્ડર દિલબાગ સિંહ મને તાશકંદથથી ઉડાવીને ચંદીગઢ લાવી રહ્યા હતા ત્યારે મારા અવાજથી સાઉન્ડ બેરિયર તૂટી ગયા હતા.
મારું કાયમી સ્ટેશન હિંડનમાં હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તે બેઝ પર બાંધકામ ચાલી રહ્યું હતું. ચંદીગઢને છ મહિના માટે કામચલાઉ બેઝ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ મેં મારી જાતને ત્યાં બે વર્ષ માટે સ્થાપિત કરી. 2 માર્ચ 1963ના રોજ, “ફર્સ્ટ સુપરસોનિક્સ” તરીકે ઓળખાતી નંબર 28 સ્ક્વોડ્રનની રચના દિલબાગ સિંહના કમાન્ડ હેઠળ કરવામાં આવી હતી. અમારી પાસે છ મિગ-21 હતા. મારો પહેલો અકસ્માત પણ ચંદીગઢમાં થયો હતો. પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પ્રેક્ટિસ કરતી વખતે, અમે (બે મિગ-21) હવામાં અથડાઈ ગયા. સદનસીબે, બંને પાઇલટ – સ્ક્વોડ્રન લીડર એમએસટી વોલેન અને ફ્લાઇટ લેફ્ટનન્ટ એકે મુખર્જી – બચી ગયા. મેં 1965ના યુદ્ધમાં અને ફરીથી 1971માં જ્યારે મારા આઠ સ્ક્વોડ્રન તૈયાર હતા, ત્યારે મારી જાતને સાબિત કરી. 1960ના દાયકાના અંતમાં, ચંદીગઢમાં નંબર 45 સ્ક્વોડ્રન મારા પાઇલટ્સ માટે પ્રાથમિક તાલીમ એકમ બન્યું.
1968થી શરૂ કરીને, એર કોમોડોર સુરેન્દ્ર સિંહ ત્યાગીએ 4,306 કલાક તાલીમ લીધી. નંબર 51 સ્ક્વોડ્રનની રચના 1 ફેબ્રુઆરી, 1985ના રોજ ચંદીગઢમાં કરવામાં આવી હતી, અને 1986 માં શ્રીનગર ખસેડવામાં આવી હતી. મારી છેલ્લી સક્રિય યુનિટ નંબર 23 સ્ક્વોડ્રન – પેન્થર્સ – ત્યાં તાલીમ લીધી હતી. ચંદીગઢ-પ્રશિક્ષિત સ્ક્વોડ્રન કારગિલ યુદ્ધ દરમિયાન હવાઈ સંરક્ષણ અને સ્ટ્રાઈક ઓપરેશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિંગ કમાન્ડર અભિનંદન, જેમણે પોતાના મિગ-21 બાઇસનથી પાકિસ્તાની ઋ-16 ને તોડી પાડ્યું હતું, તે જ સ્ક્વોડ્રનના છે. આ લાંબી મુસાફરી દરમિયાન મને અકસ્માતોનો સામનો કરવો પડ્યો અને મને ઉડતી શબપેટી કહેવામાં આવ્યો. 2002માં જલંધરમાં થયેલા અકસ્માતમાં આઠ નાગરિકો માર્યા ગયા. મારી ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ કરવામાં આવી હતી, અને સંસદમાં મને ધીમે ધીમે દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
પરંતુ ચંદીગઢે મારો વારસો સાચવી રાખ્યો છે. તમે મને ઈંઅઋ હેરિટેજ મ્યુઝિયમમાં જોઈ શકો છો. હું જન્મથી જ ચંદીગઢ સાથે જોડાયેલો છું… તેથી મારી અંતિમ વિદાય ચંદીગઢથી જ હોવી જોઈએ. 26 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે એક સમારોહમાં મને વિદાય આપવામાં આવશે. નંબર 23 સ્ક્વોડ્રન છેલ્લી વખત મારી સાથે ઉડાન ભરશે. તેઓ કહે છે કે હવે મારો ઉપયોગ ઞઅટ (માનવરહિત હવાઈ વાહનો, જેમ કે ડ્રોન) માટે લક્ષ્ય અથવા છળકપટ તરીકે કરવામાં આવશે. ભારતીય વાયુસેનાનો ઇતિહાસ લગભગ 93 વર્ષનો છે, અને મેં 62 વર્ષ ઉડાન ભરી છે. પરંતુ મારી જૂની વિંગ્સ હવે આજની ઝડપી ગતિ અને બદલાતી ટેકનોલોજીનો ભાર સહન કરી શકતી નથી. સુખોઈ, રાફેલ અને તેજસનો સમય આવી ગયો છે…