ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં મંગલધામ 03માં રામ મંદિર પાછળ માતા, પિતા, ભાઈ, ભાભી સાથે રહેતી 20 વર્ષીય લક્ષ્મીબેન ઉમેશભાઈ વેગડાએ ગઈ તા. 9 માર્ચના રોજ ઘરના રસોડામાં હુક સાથે લટકીને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. યુવતીએ જિંદગીનો અંતિમ વીડીયો પણ બનાવ્યો હતો જેમાં ’મમ્મી તું તારું ધ્યાન રાખજે અને ભાઈ ભાવિન તું મમ્મીને સાચવજે હું જાઉં છું’ કહી આપઘાત કરી લીધો હતો. યુવતીનો બીજો વીડિયો સામે આવ્યો હતો. જેમાં પિતાના ત્રાસથી જ આપઘાત કરી રહી હોવાનો યુવતીએ ખુલાસો કર્યો હતો. ગઈ તા. 8 માર્ચના રોજ યુવતી ઉતારેલ વીડિયોમાં પિતા અવાર નવાર માર મારી વાતું કરી વાગોળી અસહ્ય દુ:ખ ત્રાસ આપી મરવા માટે ઉશ્કેરણી કરી યુવતીએ જણાવ્યું હતું. દરમ્યાન યુવતીના ભાઈ ભાવિન વેગડાએ પોતાના પિતા ઉમેશ રામજી વેગડા દ્વારા બહેન લક્ષ્મીને ત્રાસ આપતા હતા અને જેમતેમ બોલતા હતા તેથી લક્ષ્મીએ આપઘાત કર્યો હોવાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બુધવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સી.ડીવીઝન પીઆઈ વી. જે. સાવજે ગુનો નોંધી દીકરીને મરવા મજબૂર કરનાર પિતા ઉમેશ વેગડાને ધરપકડ કરી વધુ તપાસ હાથ કરી છે.
‘હું મારા પિતાના લીધે આપઘાત કરું છું’: જૂનાગઢની યુવતીના આપઘાત મામલે પિતા સામે મજબુર કર્યાનો ગુનો નોંધાયો
