છાંયા કઠપૂતળીના માધ્યમથી ’શિવપુરાણ’ની મનોરમ્ય કથાઓ પ્રસ્તુત થઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
’કલા દ્વારા આરાધના-સોમનાથ મહોત્સવ’ના બીજા દિવસે પદ્મશ્રીથી સન્માનિત કલાકાર રામચંદ્ર પુલાવરના પરિવાર દ્વારા છાંયા કઠપૂતળીના માધ્યમથી ’શિવપુરાણ’ની મનોરમ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. છાંયા કઠપૂતળીના માધ્યમથી સર્વેએ ’પ્રાણીજગતની વિવિધ લાક્ષણિકતાઓ’ સાથે ’શિવ-પાર્વતી મિલન’, ’ઋષિ-શિષ્ય સંવાદ’, ’આશુતોષ શશાંક શેખર…’ શિવસ્તુતિ, ’સમુદ્રમંથન’ જેવી પૌરાણીક અને આદ્યાત્મિક કથાઓ માણી હતી.
- Advertisement -
રાજીવ પુલાવર દ્વારા રજૂ થયેલી ’થાલપાવાકુટ્ટુ’ કળાના માધ્યમથી ’શિવપુરાણ’ના વિવિધ પાત્રને છાયાઓના માધ્યમથી જીવંત બનાવવામાં આવ્યાં હોય એવી ઉપસ્થિત સર્વેએ અનુભૂતિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મલયાલમમાં કઠપુતળીની આ કલાને ’થાલપાવાકુટ્ટુ’ તરીકે ઓળખાય છે. જે ’લેધર પપેટ પ્લે’ એટલે કે શેડો પપેટ્રી (છાંયા કઠપુતળી) ના નામથી ખ્યાત છે. આ કળાના માધ્યમથી લોકકથા, પૌરાણિક વાર્તાઓ, ’રામાયણ’,’શિવ કથા સહિત આધ્યાત્મિક કથાઓ રજૂ કરવામાં આવે છે.