અભિનેતા અલ્લુ અર્જુને શનિવારે, હૈદરાબાદ સ્ટેમ્પેડ કેસમાં પોતાનું વલણ રજૂ કર્યું અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના આરોપોને પણ ફગાવી દીધાં. તેમણે કહ્યું કે, હૈદરાબાદના એક થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મ ’પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું અને તેનો પુત્ર ઘાયલ થયો તે ઘટના ખૂબ જ દુ:ખદ છે.
રેડ્ડીએ આરોપ મૂક્યો કે, પોલીસની પરવાનગી નકારવામાં આવી અને અભિનેતાએ થિયેટરની મુલાકાત લીધી પોલીસે તેને બળજબરીથી બહાર કાઢવાનો આરોપ મૂક્યો હતો. આરોપ પર પ્રતિક્રિયા આપતાં, અભિનેતાએ કહ્યું કે, તે સાચું નથી.
- Advertisement -
હકીકતમાં, પોલીસ તેનાં માટે રસ્તો સાફ કરી રહી હતી અને તે તેમનાં નિર્દેશો હેઠળ સ્થળ પર પહોંચ્યો હતો. અલ્લુએ કહ્યું કે, “જો પરવાનગી ન હોત, તો તે આવ્યો જ ન હોત. તેમણે કહ્યું કે હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. મેં તેનું પાલન કર્યું હતું. મને આવી કોઈ માહિતી આપવામાં આવી ન હતી,” રેવંત રેડ્ડીએ રોડ શો યોજવા અને થિયેટરમાં ભીડને ખોટી રીતે હેન્ડલ કરવા બદલ અભિનેતાની ટીકા કરી હતી, જે પછી અભિનેતાએ આરોપોને નકારી કાઢ્યાં અને કહ્યું હતું કે તે કોઈ સરઘસ કે રોડ શો નહોતો. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ’ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે આ ખોટા આરોપો છે.
અલ્લુએ કહ્યું કે, આ અપમાનજનક અને મારાં ચારિત્ર્યયની હત્યા છે. ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, ઘણાં ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. મહિલાનાં મૃત્યુને અકસ્માત ગણાવતાં અલ્લુ અર્જુને કહ્યું કે, તે કોઈને દોષી ઠેરવી રહ્યો નથી કારણ કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી.