વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એલન મસ્કે પીએમ મોદીના કર્યા વખાણ, એલન મસ્કે કહ્યું કે, પીએમ મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે છે. PM મોદી મંગળવારે મોડી રાત્રે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર યુએસ ચીફ પ્રોટોકોલ ઓફિસર રુફસ ગિફોર્ડ્સ, યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજ અને યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ભારતીય મૂળના લોકો પણ હાજર રહ્યા હતા. આ તકે એરપોર્ટની બહાર ‘મોદી મોદી’ના નારા ગુંજ્યા હતા. ગઈકાલે જ ટ્વિટરના CEO એલન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ન્યૂયોર્ક પેલેસ હોટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન એલન મસ્કે ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ આવતા વર્ષે ભારતના પ્રવાસે આવશે.
- Advertisement -
હું વડાપ્રધાન મોદીનો ફેન છુંઃ મસ્ક
એલન મસ્કે પોતાને પીએમ મોદીના ફેન ગણાવતા કહ્યું હતું કે, ‘હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું કહી શકું છું કે પીએમ મોદી ભારત માટે યોગ્ય નિર્ણયો લેવા માંગે છે. નવી કંપનીઓ અંગે તેમનો અભિગમ ખૂબ જ ઉદાર છે. તેઓ પોતાના દેશમાં નવી કંપનીઓનું દિલ ખોલીને સ્વાગત કરવા માંગે છે. હું PM મોદીનો ફેન છું. ‘પીએમ મોદી સાથેની મુલાકાત અંગે જણાવતા એલન મસ્કે કહ્યું હતું કે, ‘આ વાતચીત શાનદાર રહી છે. તે એક અદભૂત વાતચીત હતી. હું આવતા વર્ષે ભારત જવાનું વિચારી રહ્યો છું.’
#WATCH | Twitter and SpaceX CEO Elon Musk after meeting PM Modi in New York, says "I am planning to visit India next year. I am confident that Tesla will be in India and we will do so as soon as humanly possible. I would like to thank PM Modi for his support and hopefully, we… pic.twitter.com/JhuPXsSPD1
— ANI (@ANI) June 21, 2023
- Advertisement -
અમે ભારતમાં રોકાણની શોધી રહ્યા છીએ તકોઃ મસ્ક
પીએમ મોદી સાથેની મુલાકાત વિશે એલન મસ્કે કહ્યું હતું કે, પીએમ મોદી તેમના દેશની ખૂબ કાળજી રાખે છે. એટલા માટે તેઓ ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. અમે ભારતમાં રોકાણની તકો પણ શોધી રહ્યા છીએ. અમે ફક્ત યોગ્ય સમયની રાહ જોઇ રહ્યા છીએ. હું બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારત લઈ જવા માંગું છે. તેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મદદ મળશે, જેમની પાસે ઈન્ટરનેટની પહોંચ નથી.
Great meeting you today @elonmusk! We had multifaceted conversations on issues ranging from energy to spirituality. https://t.co/r0mzwNbTyN pic.twitter.com/IVwOy5SlMV
— Narendra Modi (@narendramodi) June 21, 2023
એલન મસ્કે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ
મસ્કે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, ‘હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. પીએમ મોદી તેમના દેશને ખૂબ પ્રેમ અને કાળજી રાખે છે. એટલા માટે તેઓ અમને ભારતમાં રોકાણ કરવા પ્રેરણા આપે છે.’