– 5 આરોપીઓમાં AIMIM ધારાસભ્ય અને TRS નેતાના પુત્રોનો સમાવેશ
- Advertisement -
હૈદરાબાદમાં સગીર યુવતી સાથે થયેલા દુષ્કર્મના મામલાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. પોલીસે આ કેસમાં વધુ એક આરોપીની શનિવારે ધરપકડ કરી છે. તો એક આરોપી સાદુદ્દીન મલિકની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ સાદુદ્દીન મલિક અને ઓમર ખાનના રૂપમાં થઈ છે, જ્યારે ત્રણ સગીર છે.
One more nabbed in Hyderabad gang-rape case, total 3 arrested so far
Read @ANI Story | https://t.co/qbHQNPOb9u#Hyderabadrapecase #ArrestedDevelopment #arrested #minorgirl #gangrape pic.twitter.com/c8csO4wPg9
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 4, 2022
પોલીસે જણાવ્યું કે પીડિતા પોતાના એક મિત્રની સાથે એક પોશ વિસ્તારના પબમાં ગઈ હતી, જ્યાં તેની મુલાકાત સગીર યુવકોના એક ગ્રુપ સાથે થઈ. પોલીસે કહ્યું કે યુવતીનો મિત્ર પબમાં રહ્યો જ્યારે તે કિશોર યુવકો સાથે કારમાં જતી રહી. પોલીસે કહ્યું કે, જ્યારે યુવતી ઘરે પહોંચી તો તેના ગળામાં નિશાન જોઈને માતા-પિતાએ સવાલ કર્યો તો સગીર યુવતીએ તેની સાથે કારમાં થયેલી ઘટના વિશે વાત કરી.
https://twitter.com/hashtag/Hyderabad?src=hashtag_click
આ મામલો સામે આવ્યો તો દાવો કરવામાં આવે કે ઘટના લાલ મર્સિડીઝની અંદર બની હતી, જે એક ધારાસભ્યની ગાડી છે. પરંતુ પોલીસે કહ્યું કે ઘટના એક અન્ય વાહન ઈનોવામાં થઈ. આ વચ્ચે તેલંગણા ભાજપના અધ્યક્ષ બંડી સંજય કુમારે કહ્યુ કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન અને ટીઆરએસના નેતાઓ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
યુવતી સાથે ખરાબ વ્યવહાર કરનાર પાંચ આરોપીઓમાંથી ત્રણ સગીર છે. બેની ઓળખ સઉદીન મલિક અને ઓમર ખાનના રૂપમાં થઈ છે. એક આરોપી સાદુદ્દીન મલિકની શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. તો એક ધારાસભ્યના સગીર પુત્રને ઝડપી લેવાની કાર્યવાહી ચાલી રહી છે. તો અન્ય સગીરમાં આરોપી જીએચએમસી કોર્પોરેટરનો પુત્ર છે.