8 લોકોનાં મોત: કેનડાના કેટલાક વિસ્તારોમાં 130 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો: બચાવ રાહત કાર્ય પૂરજોશમાં
ખાસ-ખબર સંવાદદાતા
વાવાઝોડાનાં કારણે કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વાવાઝોડામાં 8 જેટલા લોકોનાં મોત થયાનું પણ જાણવા મળે છે. તોફાન બાદ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, વાહનવ્યવહાર ખોરવાયો હતો. અને ઘરોને નુકસાન થયું હતું. બીજી તરફ ઇમરજન્સી કામદારોને સતત કોલ આવતા હતા. દક્ષિણ ઑન્ટેરિયોમાં બ્રેન્ટ કાઉન્ટીમાં તેમના કેમ્પિંગ ટ્રેલર પર એક વૃક્ષ પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અને અન્ય બે ઘાયલ થયા હતાં.
- Advertisement -
પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે વાવાઝોડા દરમિયાન એક 70 વર્ષીય મહિલાનું ઝાડ સાથે અથડાઈને મોત થયું હતું. ઓન્ટારિયોની સૌથી મોટી પાવર કંપની હાઈડ્રો વન લિમિટેડે જણાવ્યું હતું કે ભયંકર વાવાઝોડાને કારણે 340,000 કરતાં વધુ ગ્રાહકો વીજ પુરવઠો વિહોણા હતા. વ્યાપક પાવર આઉટેજને રોકવા માટે વધારાના સંસાધનો તૈનાત કરવામાં આવ્યા છે.